ઘણા લોકોને આદત હોય છે કે તે સફરજનને છોલીને ખાય છે. પરંતુ અજાણતા તમે તેના સૌથી વધુ ફાયદો કરતા પાર્ટને જ કચરામાં ફેંકો છો.
ઘણા લોકો સફરજન છોલીને ખાય છે
જાણો તેમાં કેટલા છે વિટામિન્સ
પલ્પ કરતા છાલ ખાવી છે વધુ ફાયદાકારક
ઘણા લોકો એવું કહેતા હોય છે કે રોજ એક સફરજન ખાવાથી ડોક્ટર પાસે જવાની જરૂર નથી પડતી (An apple a day keeps the doctor away), કારણ કે સફરજન ખાવાથી ઘણી બીમારીઓનું જોખમ ટળી જાય છે. પરંતુ ઘણા લોકો આ ફળ પસંદ નથી કરતા અને તેને ખાવાનું ટાળે છે. અને જો ખાય પણ છે તો તેની છાલ કાઢીને તેનું સેવન કરે છે. આવું બિલકુલ ન કરો કારણ કે તેના ઘણા ફાયદા છે જેના વિશે તમે નહીં જાણતા હોવ.
ઝડપથી ઓછુ થાય છે વજન
સફરજન વજન ઘટાડવામાં મદદ કરે છે. તેની છાલમાં ભરપુર પ્રમાણમાં યુરસોલિક એસિડ હોય છે. જેનાથી પેટની ચરબી ઘટવામાં મદદ મળે છે અને વજન ઝડપથી ઓછું થાય છે.
શ્વાસ લેવાની મુશ્કેલીઓ થશે દૂર
જે લોકોને શ્વાસ લેવાની મુશ્કેલીઓ છે તેમણે સફરજનને છાલની સાથે જ ખાવું જોઈએ કારણ કે છાલમાં ક્યુરસેટિન નામનું તત્વ હોય છે જે બ્રીધિંગ પ્રોબ્લેમને દૂર કરે છે.
ડોક્ટર્સ આપે છે આ સલાહ
ડોક્ટર્સ હંમેશા સફરજનને તેની છાલની સાથે ખાવાની સલાહ આપે છે. કારણ કે આખા સફરજનમાં લગભગ 8.5 મિલીગ્રામ વિટામિન સી અને વિટામિન એના લગભગ 98 ઈન્ટરનેશન યુનિટ હોય છે. છાલ કાઢી નાખવા પર ક્રમશઃ 6.5 મિલીગ્રામ અને 60 ઈન્ટરનેશનલ યુનિટ જ રહે છે.
છાલમાં રહેલું છે પલ્પ કરતા વધુ ફાઈબર
એક મધ્યમ કદના સફરજનમાં લગભગ 4.5 ગ્રામ ફાઈબર હોય છે. પરંતુ જ્યારે આ સફરજનની છાલ કાઢી નાખવામાં આવે છે, ત્યારે આ ફળમાં ફાઈબરનું પ્રમાણ માત્ર 2 ગ્રામ જ રહે છે. મતલબ કે સફરજનની છાલમાં પલ્પ કરતાં વધુ ફાઈબર હોય છે, જે સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીના સંશોધનમાં સાબિત થયું છે કે સફરજનને છાલ સાથે ખાવાથી પેટ, લીવર અને સ્તન કેન્સરના કોષો ઉત્પન્ન થવાનું જોખમ ઓછું થાય છે.