બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:54 PM, 13 December 2024
લગ્નની સીઝન અત્યારે ચાલી રહી છે. દરેક લોકો પોતાના વેડિંગમાં કંઇક નવુ કરવા માંગે છે. કારણ કે લગ્નની યાદો આજીવન માટે હોય છે. સાથે આજના આ સોશિયલ મીડિયાની દુનિયામાં તો લગ્નની દરેક નાની મોટી વીધીની રિલ બને છે અને કેટલીક રિલ વાયરલ પણ થાય છે. લગ્નમાં મહત્વની તો અનેક રિવાજો છે પરંતુ સૌથી મહત્વપૂર્ણ છે કંકોત્રી. લોકો લગ્નના કાર્ડમાં વિવિધ પ્રકારના પ્રયોગો કરવા લાગ્યા છે.
ADVERTISEMENT
તાજેતરમાં, એક લગ્નનું કાર્ડ વાયરલ થયું હતું, જે કાર્ડ જોઇને તમને પણ નવાઈ લાગશે કારણ કે તેમાં આધાર કાર્ડ જેવું લગ્નનું કાર્ડ બનાવ્યું છે. આ કાર્ડ કોઇના ઘરે ગયું હશે અને તેમને લાગ્યું કે આ નવું આધાર કાર્ડ તો નથી આવ્યું ને! તમે પણ આ કાર્ડ જોવો તો તેને સમજવામાં ઓછામાં ઓછી 5 મિનિટ લાગશે!
ADVERTISEMENT
આ કાર્ડ એટલું અનોખું છે કે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ ગયું છે. જ્યારે તમે તેને જોશો ત્યારે તમને લાગશે કે તે કદાચ કોઇકનું આધાર કાર્ડ છે. પણ ધ્યાનથી જોશો તો સમજાશે કે આ લગ્નનું કાર્ડ છે.
કાર્ડની ઉપર હેપ્પી મેરેજ લખેલું છે. નીચે વરરાજા, અને તેમના પરિવારોના નામ છે. છોકરાનું નામ પ્રહલાદ છે જ્યારે છોકરીનું નામ વર્ષા છે. બંને મધ્યપ્રદેશના પિપરિયા ગામના છે. આધાર કાર્ડ નંબરની જગ્યાએ તેમના લગ્નની તારીખ લખવામાં આવી છે. તેમના લગ્નની તારીખ 22 જૂન 2017 હતી. બંનેની તસવીરો પણ નીચે જોડાયેલ છે. કાર્ડ પર QR કોડ અને બાર કોડ પણ બનાવવામાં આવે છે.
આ પણ વાંચો : પૃથ્વી પર કાળ બનીને ત્રાટકશે! 5 કે 50 નહીં NASAને અવકાશમાં મળ્યા 138 ખતરનાક એસ્ટરોઇડ
લોકો અવારનવાર આ આધાર કાર્ડની તસવીરો જુદા જુદા સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરે છે. આ તસવીર જૂની છે અને લગ્નની સિઝનમાં વારંવાર લોકોની નજર સામે આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT