બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / કંધાર હાઈજેકમાં અલ-કાયદા નહીં પાકિસ્તાનનો હાથ, ભારતના પૂર્વ અધિકારીનો ચોંકાવનારો દાવો

નિવેદન / કંધાર હાઈજેકમાં અલ-કાયદા નહીં પાકિસ્તાનનો હાથ, ભારતના પૂર્વ અધિકારીનો ચોંકાવનારો દાવો

Last Updated: 11:58 AM, 5 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kandahar hijack Latest News : 1999માં પાકિસ્તાનમાં ભારતના હાઈ કમિશનર રહેલા ગોપાલસ્વામી પાર્થસારથીએ એક ખાનગી મીડીયા હાઉસને કહ્યું છે કે, આ ઘટનામાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIની સંડોવણીનો ઉલ્લેખ કર્યો હતો

Kandahar hijack : ધ કંધાર હાઈજેક (Kandahar hijack)એ 1999ની ઘટનાને ફરી જીવંત કરી છે. આ દરમિયાન પાકિસ્તાનમાં ભારતના એક પૂર્વ હાઈ કમિશનરે ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે, આ ઘટનામાં પાકિસ્તાન સંપૂર્ણપણે સામેલ છે. અગાઉ વેબ સિરીઝમાં આતંકવાદીઓના હિંદુ નામોને કારણે ઘણો વિવાદ થયો હતો. સરકારે નેટફ્લિક્સના અધિકારીને પણ બોલાવ્યા હતા. 1999માં પાકિસ્તાનમાં ભારતના હાઈ કમિશનર રહેલા ગોપાલસ્વામી પાર્થસારથીએ એક ખાનગી મીડીયા હાઉસને કહ્યું છે કે, આ ઘટનામાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIની સંડોવણીનો ઉલ્લેખ કર્યો હતો.

1999માં પાકિસ્તાનમાં ભારતના હાઈ કમિશનર રહેલા ગોપાલસ્વામી પાર્થસારથીએ કહ્યું કે, 'પાકિસ્તાન આમાં સંપૂર્ણ રીતે સામેલ હતું. તેના આતંકવાદીઓ પાકિસ્તાની હતા અને જે આતંકવાદીઓને છોડવામાં આવ્યા હતા તે પણ પાકિસ્તાની હતા. આમાં અલ-કાયદા સામેલ હોવાનો સવાલ જ નથી. તેમણે આગળ કહ્યું, સત્ય એ છે કે અલ-કાયદાના પાકિસ્તાન સાથે એટલા સારા સંબંધો નહોતા કે તે હાઈજેકને અંજામ આપી શકે.' તેમણે કહ્યું કે શક્ય છે કે, તે સમયે કેટલાક લોકો અફઘાનિસ્તાનથી કામ કરી રહ્યા હોય. તેમણે આ ઘટના અંગે પાકિસ્તાન સરકારની પ્રતિક્રિયાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, તેઓ અમને કહેતા રહ્યા કે, તેઓ યોગ્ય કરશે અને તેમ ન કર્યું.

આ સાથે તેમણે કહ્યુ કે, હાઇજેકના થોડા દિવસો પછી, હું મારા અધિકારીને કંધાર મોકલવા માંગતો હતો પરંતુ પાકિસ્તાન સરકાર રમત રમતી રહી હતી. તેમણે સ્પષ્ટતા કરી કે, ISIના ખૂબ જ ગાઢ સંબંધો હતા, તેઓએ સમગ્ર હાઇજેકિંગને સમર્થન આપ્યું હતું. ખાસ વાત એ છે કે ISIને કથિત રીતે ક્લીનચીટ આપવા અને આતંકીઓને અફઘાનિસ્તાન અને અલ-કાયદા સાથે જોડવાને લઈને પણ આ સીરિઝની ટીકા થઈ રહી છે.

વધુ વાંચો : કોણ છે આ હુસ્નની મલ્લિકા? જેને ટોપ એક્ટ્રેસ બનતા જ ધર્મ પરિવર્તન કરી દીધેલું, Photos જોઇ ફિદા થઇ જશો

કાઠમંડુથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટને આખરે કંધારમાં ઉતરતા પહેલા ઘણી જગ્યાએ ડાયવર્ટ કરવામાં આવી હતી. જેમાં અમૃતસર, લાહોર અને દુબઈનો સમાવેશ થાય છે. પાર્થસારથીએ કહ્યું કે, હાઈજેક પ્લેન આવ્યા બાદ હું ત્યાં (લાહોર) જવા માટે તૈયાર હતો. તેઓએ મારા વિમાનને ઈસ્લામાબાદથી લાહોર જવાનું મોડું કર્યું. મને હેલિકોપ્ટર આપવામાં આવ્યું અને જ્યારે હેલિકોપ્ટર લાહોર સુધી અડધું હતું ત્યારે તેઓએ મને કહ્યું કે, પ્લેન ટેક ઓફ થઈ ગયું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Netflix Kandahar hijack Web series IC 814
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ