હવામાન વિભાગની આગાહી /
યૂપી અને દિલ્હીમાં વરસાદથી બદલાયું વાતાવરણ, હજુ આ વિસ્તારોમાં વરસાદ કરશે રિ-એન્ટ્રી
Team VTV09:06 AM, 06 Mar 20
| Updated: 09:11 AM, 06 Mar 20
હવામાન વિભાગે આગાહી કરી છે કે કાનપુર સહિત આસપાસના 13 જિલ્લામાં ગરમીની અસર વર્તાઈ રહી છે. આ સાથે વરસાદની શક્યતાને પણ નકારી શકાય તેમ નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર પશ્ચિમી વિક્ષોભની અસરના કારણે વાતાવરણમાં ફેરફાર આવી શકે છે.
હવામાન વિભાગે કરી આગાહી
હજુ પણ યૂપી સહિત 13 જિલ્લામાં થઈ શકે છે વરસાદ
પશ્ચિમી વિક્ષોભની અસરના કારણે પડશે વરસાદ
કાનપુરમાં ગઈકાલે દિવસનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને સાથે જ અહીં વરસાદની શક્યતાઓ પણ જોવા મળી હતી. ગઈકાલે નોંધાયેલું આ તાપમાન સામાન્યથી 1.5 ડિગ્રી વધારે છે.
હવામાન વિભાગે કરી આ આગાહી
6થી 9 તારીખ સુધી અહીં વરસાદની શક્યતા છે. સ્થાનિક હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આ સમયે હવાની ગતિ સામાન્યથી વધારે રહેશે. વરસાદથી ઠંડી એક વાર ફરી થોડા દિવસ રાઉન્ડ મારે તેવી શક્યતાઓ છે. ગરમીની અસર 10 માર્ચ પછી જોવા મળશે. આ વર્ષે હોળી પર સામાન્ય ઠંડી જોવા મળશે. હવામાન વિભાગના ડો. નૌશાદ ખાને જણાવ્યું છે કે કડક ગરમીના કારણે હવાનો ભેજ ઘટશે.
અચાનક વરસાદના કારણે થશે આ અસર
હાલમાં જ થયેલા મોસમના ફેરફારના કારણે અને સાથે કરા પડવાના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું હતું. પહેલાંની સરખામણીએ ભેજ પણ 2 ટકા ઘટ્યો હતો.
રાજધાની દિલ્હીમાં પણ બદલાયું વાતાવરણ
શુક્રવારે સવારે પણ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. વરસાદની રિ એન્ટ્રીના કારણે અનેક વિસ્તારોમાં ઠંડક પ્રસરી છે. પવનની સાથે વરસાદ પડવાની અહીં ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આ સાથે જ 7 માર્ચે પણ સામાન્ય વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 10 અને 11 માર્ચે ફરીથી વરસાદ આવે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.