બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગુજરાતમાં ચાર દિવસ વહેલું પહોંચશે ચોમાસું, જાણીલો કઇ તારીખે પડી શકે છે ચોમાસાનો પહેલો વરસાદ
Last Updated: 01:04 PM, 15 May 2025
હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વખતે રાજ્યમાં ચોમાસુ પાંચથી સાત દિવસ વહેલા પહોંચશે. ગુજરાતમાં પ્રિમોનસૂન પ્રવૃત્તિઓ થઈ શકે છે. ૨૩ થી ૩૦ મે દરમિયાન ઘણી જગ્યાએ પૂર્વ-ચોમાસાની ગતિવિધિઓ થઈ શકે છે. હવામાન વિભાગે આજે અને કાલે રાજ્યમાં હળવો વરસાદ પડવાની આગાહી કરી છે.
ADVERTISEMENT
કેરળમાં આ વર્ષે 16 વર્ષ બાદ ચોમાસું જલ્દી પહોંચશે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસાનો આગમન સમય 1 જૂન છે. પરંતુ આ વર્ષે 4 દિવસ પહેલા એટલે કે 27 મેના રોજ કેરળમાં ચોમાસું પહોંચી જશે. ત્યાંથી ચોમાસું આખા દેશમાં ખૂબ ઝડપી ગતિએ આગળ વધશે.
ADVERTISEMENT
હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુજરાતમાં સમય કરતાં વહેલા પ્રવેશ કરે તેવી સંભાવના છે. ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસાનો આગમન સમય 15 જૂન છે. જો કે આ વર્ષે 4 દિવસ પહેલા 10 કે 11 જૂનની આસપાસ પહોંચી જશે. 12 જૂનની આસપાસ તેની અસર ગુજરાતમાં જોવા મળશે અને એટલું જ નહિ ખૂબ ઝડપે આખા રાજ્યને કવર કરી લેશે.
આ પણ વાંચોઃ
કચ્છના ટુર ઓપરેટર્સે ચીન,તુર્કી અને અઝરબૈઝાનની ટુર્સ રદ કરી, પ્રવાસીઓને અન્ય સ્થળોના આપ્યા વિકલ્પ
૧૬ મેની આસપાસ દક્ષિણ-મધ્ય બંગાળની ખાડી પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાના સંકેતો છે. આનાથી ચોમાસાની તાકાત અને ગતિ બંનેમાં વધારો થઈ શકે છે. તેની અસરને કારણે, શ્રીલંકા અને મધ્ય બંગાળની ખાડીમાં ચોમાસાનું આગમન 26 મેની સામાન્ય તારીખ પહેલાં થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT