બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ગરમીથી રાહતના અણસાર નહીં, દેશના અનેક રાજ્યોમાં હિટવેવનું એલર્ટ, જાણો કેવુ રહેશે ગુજરાતનું હવામાન

અગન વર્ષા / ગરમીથી રાહતના અણસાર નહીં, દેશના અનેક રાજ્યોમાં હિટવેવનું એલર્ટ, જાણો કેવુ રહેશે ગુજરાતનું હવામાન

Last Updated: 07:34 AM, 21 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન ખાતા અનુસાર ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી 5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. બીજી તરફ મધ્ય ભારતમાં મંગળવારથી મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની ધારણા છે.

ઉત્તરપ્રદેશ સહિત ઘણા રાજ્યોને આ અઠવાડિયે પણ ગરમીમાં રાહત મળતી નથી જણાઇ રહી.. હવામાન ખાતાએ આવનારા દિવસોમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા દર્શાવી છે..

આ સ્થળોએ તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે

હવામાન ખાતા અનુસાર ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી 5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. બીજી તરફ મધ્ય ભારતમાં મંગળવારથી મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની ધારણા છે. પૂર્વ ભારતમાં મહત્તમ તાપમાન 4 થી 6 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. આ ઉપરાંત, ઘણા રાજ્યોમાં હીટવેવની ચેતવણી અપાઇ છે.

દક્ષિણ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશમાં 22 થી 24 એપ્રિલ, રાજસ્થાન, હરિયાણામાં 23 અને 24 એપ્રિલ, વિદર્ભમાં 21 થી 23 એપ્રિલ દરમિયાન હીટવેવની સંભાવના દર્શાવાઇછે. . તો તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલમાં હવામાન 22 એપ્રિલ સુધી અત્યંત ગરમ અને ભેજવાળું રહી શકે છે.

ગુજરાતના હવામાનને લઇને શું છે આગાહી ?

ગુજરાતની વાત કરીએતો ૨૨-૨૪ એપ્રિલ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ​​અને ભેજવાળી સ્થિતિ રહેવાની શક્યતા છે જેના કારણે લોકોને ભારે અગવડતાનો સામનો કરવો પડશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે અને હાલ ગરમીથી રાહત મળે તેવી કોઈ શક્યતા નથી.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ધૂળની આંધીની શક્યતા છે. તેમણે કહ્યું કે આણંદ, કપડવંજ, તારાપુર અને પેટલાદ જિલ્લાના ઘણા ભાગોમાં ધૂળની ડમરીઓ ઉડશે.

આ પણ વાંચોઃ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ પરિવાર સહિત આજથી ચાર દિવસ માટે ભારતના પ્રવાસે, જાણો શું છે શિડ્યૂલ

આ સ્થળોએ વરસાદની આગાહી

IMD એ માહિતી આપી છે કે 21 એપ્રિલે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદમાં વાવાઝોડા સાથે હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન, 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આગામી 3 દિવસ દરમિયાન પૂર્વ ભારતમાં હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે.

છત્તીસગઢમાં 24 એપ્રિલ સુધી વરસાદની શક્યતા છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 5 દિવસ દરમિયાન ઉત્તરપૂર્વમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત, તોફાન, ગાજવીજ અને ભારે પવન પણ આવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IMD Forecast Weather
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ