આઈએમડીની તરફથી કહેવાયું છે કે દિલ્હીમાં રવિવારની સવારે પણ વરસાદની શક્યતા છે. આ સાથે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં પણ મેઘ મહેર જોવા મળશે.
હવામાન વિભાગની આગાહી
દેશના આ રાજ્યોમાં 3-4 દિવસ રહેશે વરસાદની સ્થિતિ
દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં પણ મેઘ મહેર જોવા મળશે
જાણો શું છે ગુજરાતમાં વરસાદની સ્થિતિ
દિલ્હીમાં શનિવારે થયેલા વરસાદ બાદ પાણી ભરાવવાની સ્થિતિ જોવા મળી છે. રાજધાનીમાં સતત વરસાદના કારણે આંતરરાષ્ટ્રિય એર પોર્ટના કેટલાક ભાગમાં પાણી ભરાયું છે. દિલ્હીમાં આજે પણ વરસાદની સ્થિતિ વ્યક્ત કરાઈ છે. અહીં 17 સપ્ટેમ્બર બાદ ફરીથી ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સાથે રવિવારે એટલે કે આજે પંજાબ, હરિયાણા ને રાજસ્થાનમાં પણ વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે.
જાણો શું કહ્યું IMDએ
હવામાન વિભાગનું કહેવું છે કે દિલ્હીમાં રવિવારની સવારે પણ વરસાદ થઈ શકે છે. આ વરસાદ દિલ્હી- એનસીઆરની સાથે પંજાબ અને રાજસ્થાનમાં થશે. દિલ્હીમાં 17 અને 18 સપ્ટેમ્બરે ફરી વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે મુંબઈ, કોંકણ અને પશ્ચિમી મહારાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં 3-4 દિવસના વરસાદનું અનુમાન જાહેર કર્યું છે.
અહીં જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની તરફથી કહેવાયું છે કે રાયગઢ, પુણે, રત્નાગિરી, સતારા અને કોલ્હાપુરમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. મુંબઈ, થાણે, વર્ધા, પાલઘર અને સિંધુદુર્ગના માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. આ સિવાય મહારાષ્ટ્રના અનેક ભાગમાં સામાન્ય વરસાદની શક્યતા છે.
આ કારણે રહેશે વરસાદ
બંગાળની ખાડીમાં નિમ્ન દબાણનું ક્ષેત્ર વિકસિત થઈ રહ્યું છે. થોડા દિવસોમાં તેના ઉત્તર અને ઉત્તર પશ્ચિમની તરફ વધવાની સંભાવના છે. આ કારણે મુંબઈ સહિત પશ્ચિમ મહારાષ્ટ્ર અને કોંકણમાં આજે વરસાદની શક્યતા છે. ઓરિસ્સામાં પણ થોડા દિવસ સુધી વરસાદની સ્થિતિ બની રહેશે. શનિવારે ગજપતિ, ગંજમ, મલકાનગિરી, કોરાપુટ, જગતસિંહપુર અને કેન્દ્ર પાડા જિલ્લામાં અલગ અલગ સ્થાનોએ વરસાદની આશંકા ગણાવાઈ છે.
ગુજરાતમાં આવી છે હવામાન વિભાગની આગાહી
આગામી 3 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ સિવાય આજે બનાસકાંઠા, સાંબરકાંઠામાં વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. આ સિવાય અરવલ્લી, ખેડા, પંચમહાલમાં વરસાદની આગાહી છે. તો દાહોદ, મહીસાગર, સુરત, વડોદરા, નવસારીમાં વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. આટલી મેઘમહેર બાદ પણ ગુજરાતમાં હજુ પણ 32% વરસાદની ઘટ જોવા મળી રહી છે.