બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ગુજરાતમાં ત્રાટકશે ધોધમાર વરસાદ, આ વિસ્તારો રહે એલર્ટ!
Last Updated: 09:36 AM, 16 June 2025
ચોમાસું ફરી એકવાર સક્રિય થવા લાગ્યું છે. હવામાન વિભાગે 19 જૂન સુધી દેશના ઘણા ભાગોમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 21 જૂન સુધી દક્ષિણ ભારતમાં હવામાનમાં મોટો પલટો આવી શકે છે. IMD અનુસાર, તમિલનાડુ, પુંડુચેરી, કેરળ, કર્ણાટક, તેલંગાણા અને લક્ષદ્વીપમાં ભારે વરસાદ સાથે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 17 જૂન સુધી કર્ણાટક અને કેરળમાં કેટલાક સ્થળોએ ખૂબ જ ભારે વરસાદની આગાહી છે. 21 જૂન સુધી પશ્ચિમ ભારતના ગુજરાત, કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ગુજરાતમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
ADVERTISEMENT
ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે રવિવારે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતના કેટલાક ભાગોમાં આજે ચોમાસું બેસી શકે છે. આ સાથે આજે 16મી જૂને અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ ઉપરાંત મોરબી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
ADVERTISEMENT
આવતીકાલે અહીં વરસાદની આગાહી
17મી તારીખે ભાવનગરમાં જ અતિભારે વરસાદની આગાહી છે. જોકે, કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ચોમાસુ બેસવાની ગણાતી ઘડીઓ, આગમન સાથે જ આ વિસ્તારોમાં ગાજવીજ સાથે ત્રાટકશે મેઘરાજા
ધાનેરામાં ભારે ગરમી બાદ મેઘરાજાની પધરામણી
ADVERTISEMENT
હવામાન વિભાગની આગાહીને લઈને બનાસકાંઠાના ધાનેરામાં પણ ગરમી અને ભારે બફારા બાદ રવિવારે સાંજના સુમારે પવન સાથે વરસાદ તૂટી પડતાં ધાનેરાના મુખ્ય બજારોમાં પાણી ભરાયાં હતાં. ધાનેરા નગરપાલિકા પાસે, ધાનેરા જૂના બસ સ્ટેન્ડ, નેનાવા રોડ તેમજ ધાનેરાથી ડીસા રોડ પર આવેલ મુખ્ય બજારોમાં પાણી ભરાતાં વાહનચાલકો તેમજ સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
સાપુતારામાં ગાજવીજ સાથે વરસાદ
ADVERTISEMENT
ડાંગના ગિરિમથક સાપુતારામાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. સાપુતારામાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જેથી શનિ-રવિની મજા કરવા આવેલા પ્રવાસીઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન આહવામાં 3.5 ઇંચ, વઘઇમાં 2.1 ઇંચ, સુબિરમાં 1.78 ઇંચ અને સાપુતારામાં 1.2 ઇંચ વરસાદ નોંધાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.