બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / આ તારીખ બાદ ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાશે, જ્યારે અહીં વરસી શકે છે 10 ઇંચ વરસાદ: અંબાલાલ

ભારે આગાહી / આ તારીખ બાદ ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાશે, જ્યારે અહીં વરસી શકે છે 10 ઇંચ વરસાદ: અંબાલાલ

Last Updated: 11:45 AM, 24 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ચોમાસાના વિધિવત વરસાદ પહેલા પણ અરબી સમુદ્રમાં સિસ્ટમ બની તેના કારણે ભારે વરસાદ થશે

કેરળમાં ચોમાસુ સમય કરતાં વહેલું આવી જશે અને ગુજરાતમાં પણ ચોમાસુ વહેલું આવશે. જોકે ગુજરાતમાં ચોમાસાના વિધિવત વરસાદ પહેલા પણ અરબી સમુદ્રમાં સિસ્ટમ બની તેના કારણે ભારે વરસાદ થશે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે અને લો પ્રેશર ડિપ્રેશન અથવા તો ડીપ ડીપ્રેશન બનવાની શક્યતાઓ છે. જેનીઅસર કર્ણાટકથી ગોવા સુધીના ભાગોમાં વધુ જોવા મળશે. જેના કારણે કર્ણાટકથી ઉપરના ભાગોમાં, મુંબઈથી આસપાસના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે.

Vtv App Promotion

વલસાડના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે. વલસાડના અમુક ભાગોમાં 10 ઇંચ સુધીના વરસાદની શક્યતા છે.

આ પણ વાંચોઃ આજે દ. ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 50થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે

આ ડિપ્રેશન 28 મે બાદ હળવા પ્રકારનું વાવાઝોડું બનવાની શક્યતાઓ છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ઉપરના ભાગો, ત્યાંથી કચ્છના ભાગોમાં થઈ રાજસ્થાન તરફ સુધી જવાની શક્યતા નકારી ન શકાય.

બંગાળના ઉપસાગરમાં 28 મે આસપાસ વાવાઝોડું બનવાની શક્યતાઓ રહેશે. હાલમાં અંદમાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે. આઠમી જૂન આસપાસ દરિયામાં પવન બદલાશે. ગુજરાત 10મી જૂન આસપાસ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Weather Forecast Low Pressure Area
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ