weather october 12 orange alert in 6 districts of kerala winter started due to rain in kashmir
હવામાન /
આ રાજ્યના 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, કાશ્મીરમાં વરસાદથી થઈ ઠંડીની શરુઆત
Team VTV08:43 AM, 12 Oct 21
| Updated: 09:23 AM, 12 Oct 21
દેશના દક્ષિણ ભાગમાં મંગળવારે વરસાદ થઈ શકે છે. જાણો ક્યાં કેટલો વરસાદ થશે.
દેશના દક્ષિણ ભાગમાં મંગળવારે વરસાદની આગાહી
કાશ્મીરમાં વરસાદથી ઠંડીની શરુઆત
હવામાન વિભાગે કેરળના 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કર્યુ
દેશના દક્ષિણ ભાગમાં મંગળવારે વરસાદની આગાહી
હવામાન વિભાગ અનુસાર અંડમાન નિકોબાર દ્વીપ ગ્રુપ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કેરળ અને તટીય કર્ણાટકના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આ સાથે તમિલનાડુ, લક્ષદ્વીપ, આંતરિક કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવાના કેટલાક ભાગોમાં હળવાથી મઘ્યમ વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર જમ્મુ અને કાશ્મીર, ગિલગિટ બલ્ટિસ્તાન અને મુજફ્ફરાબાદમાં પણ વરસાદના અણસાર છે. વિભાગ અનુસાર પશ્ચિમ બંગાળ, ઓડિશા, દક્ષિણ પશ્ચિમ મધ્ય પ્રદેશ, દક્ષિણ ગુજરાત, ઉત્તરાખંડ, હિમાચલ સહિત ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે.
કાશ્મીરમાં વરસાદથી ઠંડીની શરુઆત
બીજી તરફ કાશ્મીરના ઉપરના વિસ્તારમાં બરફવર્ષા અને મૈદાની વિસ્તારમાં વરસાદ થવાથી ઘાટીમાં ગરમીથી રાહત મળી છે અને સોમવારે પારો અનેક ડિગ્રી સુધી ગબડ્યો હતો. અધિકારીઓનું કહેવું છે કે ગુલમર્ગના અફ્ફારવત અને અન્ય પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા થઈ છે. જ્યારે રવિવારે રાતે આખી કાશ્મીર ઘાટીમાં અનેક કલાકો વરસાદ થયા છે. રવિવારે શ્રીનગરમં પારો 2 ડિગ્રી સેલ્સિયલથી 24.4 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો જ્યારે રવિવારે રાતે ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસની નીચે આવી ગયો. વરસાદથી ગરમીની ઋતુ ખતમ થઈ ગઈ છે. આ વખતે ગરમી વધારે દિવસ સુધી પડી અને ઓક્ટોબરની શરુઆત સુધી અનેક દિવસ પારો 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયો છે. હવામાન વિભાગના અધિકારીઓએ આગલા 24 કલાક દરમિયાન કાશ્મીરમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તો પશ્ચિમ વિક્ષોભ 16 તથા 17 ઓક્ટોબરે આવી શકે છે.
હવામાન વિભાગે કેરળના 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કર્યુ
આની સાથે ભારતમાં હવામાન વિભાગે 12, 13 અને 14 ઓક્ટોબરે કેરળના 6 જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરતા રવિવારે ઓરેન્જ એલર્ટ જારી કર્યુ છે. હવામાન વિજ્ઞાનીઓએ સાંજે 4 વાગે જારી બુલેટિનમાં કોલ્લમ, પથનમથિટ્ટા, અલપ્પુઝા, કોટ્ટાયમ, અર્ણાકુલમ અને ઈડુક્કી જિલ્લામાં 3 દિવસ માટે એલર્ટ જારી કર્યુ છે.
આ દરમિયાન તિરુવનંતપુરમ, પલક્કડ, મલપ્પુરમ તથા કોઝિકોડ જિલ્લા માટે યલો એલર્ટ જારી કર્યું છે. હાલમાં પ્રદેશના તમામ દક્ષિણી જિલ્લા યલો અલર્ટ પર છે. ઉલ્લેખનીય છે કે 24 કલાકમાં 20 સેમીથી વધારે વરસાદ થવાની શક્યતાને ધ્યાનમાં રાખી રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેનો મતલબ ભારેથી વરસાદનું અનુમાન છે.