વરસાદને લઇ આવ્યા મોટા સમાચાર,તો સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં પડી શકે છે વરસાદ

By : kavan 04:40 PM, 13 June 2018 | Updated : 04:41 PM, 13 June 2018
જામનગર: હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વહેલા વરસાદની આગાહી કરાઈ હતી. પરંતુ ઉત્તર પૂર્વ ગરમ હવાઓને લીધે ગુજરાત અને આસપાસના વિસ્તારો સુધી હાલ વરસાદ પહોંચી શકયો નથી. ત્યારે હવામાન વિભાગે ફરીથી આગાહી કરી છે કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે અને રાજ્યના તટીય વિસ્તારોમાં દરિયાના મોજા 4 મીટર જેટલા ઉછળી શકે છે .જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવાની  ચેતવણી આપવામાં આવી છે. અમદાવાદ અને બાકીના વિસ્તારોમાં પરિસ્થિતિ યથાવત્ રહેશે. જોકે પવનના કારણે તાપમાનમાં આંશિક ઘટાડો જોવા મળશે. 

ઉલ્લેખનીય છે કે,અમદાવાદ સ્થિત હવામાન વિભાગના નિર્દેશક જંયત સરકારે જણાવ્યું હતું કે, ગુજરાત અને તેના આસપાસના વિસ્તારોમાં વરસાદ થાય તેવી સિસ્ટમ તો બંધાય છે પરતું ઉતર-પૂર્વ દિશાથી આવતી ગરમ હવાને લીધે સિસ્ટમ કમજોર પડી જાય છે અને આગળ વધી શકતી નથી. એટલે કહી શકાય કે,અમદાવાદીઓ અને ઉતર ગુજરાતના લોકોને વરસાદ માટે હજી સપ્તાહ જેટલી રાહ જોવી પડશે.

આપને જણાવી દઇએ કે,દેશના કેરળ પ્રદેશમાં ચોમાસાની શરૂઆત 3 દિવસ અગાઉ થઇ ચૂકી છે, આ સાથે દેશના કેટલાય વિસ્તારોમાં પણ વરસાદની સિઝનના શ્રી ગણેશ થયા છે ત્યારે આજરોજ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહીને લઇને જણાવવામાં આવેલ કે, ઉત્તર પૂર્વ ગરમ હવાઓને લીધે ગુજરાત અને આસપાસના વિસ્તારો સુધી હાલ વરસાદ પહોંચી  શકયો નથી. જો કે, સૌરાષ્ટ અને તેની આસપાસના વિસ્તારમાં ટૂંક સમયમાં મેઘાની રમઝટ બોલે તેવી સંભાવના સેવાઇ રહી છે.Recent Story

Popular Story