ગાંધીનગરમાં મેઘાએ માંડ્યા મંડાણ,વાતાવરણમાં પલટા સાથે ખાબક્યો વરસાદ

By : kavan 11:31 PM, 15 June 2018 | Updated : 11:31 PM, 15 June 2018
ગાંધીનગર: કર્ણાટક,કરેળ,મહારાષ્ટ્ર,રાજસ્થાન બાદ હવે ગુજરાતમાં પણ મેધરાજાએ એન્ટ્રી કરી છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ધીમીધારે વરસાદનું આગમન થતા રહિશોમાં ખુશીની લહેર જોવા મળી છે. ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ઉઠી છે. મહત્વનું છે કે, કોંકણ અને ગોવા પર ``સાઈલોનિક'' હવામાન બની રહ્યું છે. જે ઉત્તરમાં મહારાષ્ટ્ર દરિયા કાંઠા તરફ વધતું જણાય છે. કેરળ,કર્ણાટકના દરિયા કાંઠા અને મુંબઈ થકી ગોવામાં પણ ભારે વરસાદની શકયતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 

ઉલ્લેખનીય છે કે,એક તરફ ગરમીનું મોજું દેશભરમાં ફરી વળ્યું છે અને ખાસ કરીને ગુજરાતના કેટલાક પ્રદેશોમાં વધારે પ્રમાણમાં ગરમીનું પ્રમાણ છવાયેલ હોવાથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ગુજરાતના રહેવાસીઓ વરસાદની રાહ જોઇને બેઠા છે ત્યારે આજે ગુજરાતના પાટનગર અને ગયા મહિને રાજ્યના હોટ સીટીમાં સ્થાન પામેલ ગાંધીનગરમાં મોડી રાતે ધીમીધારે વરસાદી ઝાપટા પડ્યા. વરસાદના આગમનને પગલે સ્થાનિકોમાં ખુશીનું મોજું પ્રસરી ગયું હતું.

આપને જણાવી દઇએ કે,દેશના કેરળ પ્રદેશમાં સમય કરતા 3 દિવસ વહેલા ચોમાસું બેસતા ભારતના અન્ય પ્રદેશોમાં પણ વરસાદના વહેલા આગમનની અટકળો વહેતી થઇ હતી. જો કે આ સાથે મુંબઇ અને પુર્વોત્તરના રાજ્યમાં વરસાદે ધમાકેદાર શરૂઆત કરી હતી.

પૂર્વોત્તરના કેટલાક પ્રદેશોમાં તો વરસાદે કહેર વરસાવતા કેટલાય પરિવારો બેઘર બન્યા હતા તથા કરોડો રૂપિયાની સંપત્તિને નુકસાન પણ પહોંચ્યું હતું. ગુજરાતના સૌરાષ્ટ્રના કેટલાય પ્રદેશોમાં વરસાદના ઝાપટા નોંધાયા હતા તો દક્ષિણમાં પણ સામાન્ય વરસાદ પડતા પ્રજાને રાહત થઇ હતી. પરંતુ મધ્ય ગુજરાતમાં વરસાદ નહીં પડતા ભયંકર ગરમીથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી હતી. ત્યારે આજરોજ મોડી રાતે રાજ્યના પાટનગરમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા.

સખત બફારા વચ્ચે મોડી રાત્રે 9 વાગ્યાની આસપાસ ગાંધીનગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ધીમીધારે વરસાદ પડવાની શરૂઆત થતા લોકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. કાળઝાળ ગરમી અને અસહ્ય બફારા વચ્ચે વાતાવરણે અચાનક મિજાજ બદલતા હળવો વરસાદ પડ્યો હતો.Recent Story

Popular Story