બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Weather forecasted such a forecast
Last Updated: 05:51 PM, 28 April 2019
આ સિવાય રાજકોટમાં 43 ડીગ્રી, સુરતમાં 43 ડીગ્રી, કચ્છમાં 42 ડીગ્રી, બનાસકાંઠામાં 43 ડીગ્રી, સાબરકાંઠામાં 42 ડીગ્રી તાપમાન નોંધાયું છે. જોકે હજૂ પણ આગામી ત્રણ દિવસ સુધી ગરમીનો પારો વધે તેવી શક્યતા છે. ભારે ગરમીના કારણે રાજ્યભરમાં જાહેરરસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. લોકોએ બપોરના સમયે બહાર નિકળવાનું ટાળ્યુ છે.
ADVERTISEMENT
AMC દ્વારા કરાયું ORS પેકેટનું વિતરણ
હવામાન વિભાગ અને AMC દ્વારા આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગરમીનું તાપમાન 45 ડિગ્રી કે તેથી વધુ રહેવાની આગાહી કરવામાં આવી છે. રેડ અલર્ટને પગલે તંત્રએ એડવાઇઝરી જાહેર કરી છે.
ADVERTISEMENT
તો AMC દ્વારા AMTSનાં તમામ સ્ટોપ પર પીવાનાં પાણીની વ્યવસ્થા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત BRTS બસ સ્ટેન્ડ પર ORS પેકેટનું વિતરણ પણ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
લોકો પહોંચ્યા વૉટરપાર્ક
ઉનાળુ વેકેશનની શરૂઆત થતાની સાથે જ બાળકો ઉપરાંત વડિલો ગરમીથી રાહત મેળવવા તેમજ રજાઓ ગાળવા વિવિધ સ્થળોની મજા માણવા પહોચી જાય છે. કોઈ હિલસ્ટેશનની મુલાકાત લે છે.
તો કોઈ શહેરની આજુબાજુ આનંદ માટેનું સ્થળ શોધી લે છે. ગરમીથી રાહત મળે અને મોજ-મસ્તી પણ માણી શકાય તે માટે હવે લોકો વૉટરપાર્કને પણ વધુ પસંદ કરી રહ્યાં છે. આ આકરા ઉનાળાથી લોકો હવે વોટરપાર્કમાં ગરમીની મજા માણી રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.