Tuesday, August 20, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

વરસાદ / હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં હાલ ભારે વરસાદની કોઈ સંભાવના નથી

વરસાદને લઈને હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે 18 જુલાઈ બાદ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. અન્ય રાજ્યો અંગે પણ  હવામાન વિભાગે માહિતી આપી કે આગામી 3થી 4 દિવસમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં વરસાદ થઈ શકે છે.  મધ્ય ભારતના કેટલાક રાજ્યોની સાથોસાથ  દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારમાં પણ વરસાદ થશે. જો કે હવામાન વિભાગે ચિંતાજનક એ માહિતી પણ આપી કે ગુજરાતમાં હાલ ભારે વરસાદની કોઈ સંભાવના નથી. જ્યારે  આગામી ચાર દિવસમાં ઉત્તર ભારતમાં ભરે વરસાદ થશે. ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં સતત ભારે વરસાદ થવાના  અણસાર છે. તો પૂર્વોત્તરના રાજ્ય અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને સમુદ્રી કાંઠાના રાજ્ય ગોવા તેમજ કેરળમાં પણ ભારે વરસાદની આગાહી છે. માનવામાં આવી રહ્યું છે કે 22  જુલાઈ બાદ ગુજરાતમાં પણ સારોએવો વરસાદ થઈ શકે છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ