પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ આજે હોળીના દિવસે હવામાન શુષ્ક રહેશે. આ સાથે જ હવામાન વિભાગે આગાહી કરી છે કે 12 માર્ચે જમ્મૂ કશ્મીર, લદ્દાખમાં હિમવર્ષા થઈ શકે છે તો દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, પંજાબમાં 11 અને 12 માર્ચે વરસાદ પડી શકે છે.
ભારતીય હવામાન વિભાગે કરી આગાહી
ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ભારે પવન સાથે પડી શકે છે કરા
દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, પંજાબમાં 11 અને 12 માર્ચે થઈ શકે છે વરસાદ
India Meteorological Department: Isolated to scattered rainfall over Rajasthan and East Uttar Pradesh on 11th and 12th March. Isolated heavy rainfall/snowfall is also likely over Jammu & Kashmir, Ladakh, Himachal Pradesh and Uttarakhand on 12th March. https://t.co/Y62pG6Y0Lh
આજે પૂર્વી ભારતમાં કેટલાક સ્થાનોમાં હવામાન સક્રિય રહેશે. આ સાથે પૂર્વી અસમમાં ચક્રવાતી સિસ્ટમ સક્રિય રહેવાના કારણે મેઘાલય, અરુણાચલ અને નાગાલેન્ડમાં પણ મધ્યમ વરસાદની સંભાવના છે. પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના કેટલાક સ્થાને વરસાદ પડી શકે છે. અન્ય તરફ બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં હવામાન શુષ્ક રહેશે.
હોળીના દિવસે પણ આવશે વરસાદ
હવામાન વિભાગની આગાહી અનુસાર આવનારા 24થી 36 કલાકમાં વરસાદ પડી શકે છે, વરસાદની અસર તેલંગાણા અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં થશે. પશ્ચિમી વિક્ષોભના કારણે હોળીના દિવસે પણ સાંજે વરસાદની શક્યતા છે.
ખેડૂતોની સ્થિતિ બની કફોડી
કમોસમી વરસાદ અને હવા કારણે મથુરાની આસપાસના વિસ્તારોમાં ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડે તેમ છે. અહીં હિમવર્ષાને કારણે ખેડૂતોના ઘઉંના પાકને નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી બટાકાનો પાક સડી ગયો છે. ખેડૂતપુત્રોને ચિંતા થઈ રહી છે કે વરસાદને કારણે પાક ખરાબ થવાથી ભરણપોષણને લઈને પણ પ્રશ્નો સર્જાઈ રહ્યા છે.