Monday, August 26, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

હવામાન / હવામાન વિભાગની આગાહી, સૌરાષ્ટ્ર માં પડી શકે વરસાદી ઝાપટા

ગુજરાતમાં આગામી બે દિવસ દરમિયાન લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી શકે છે. હવામાન વિભાગનું માનીએ તો ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રીય થઈ છે. જેના કારણે આગામી બે દિવસ દરમિયાન ગરમીમાં થોડી રાહત મળી શકે છે. તો ઉત્તરગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. વરસાદની સાથે પવન પણ ફૂંકાઈ શકે છે. ઉત્તર-પશ્ચિમ તરફથી ફૂંકાતા પવનના કારણે 1થી 2 ડિગ્રી તાપમાન ઘટે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગનું માનીએ તો દક્ષિણ અંદમાનમાં ચોમાસાનું આગમન પણ થઈ ગયું છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ