આગાહી / કોરોના સંકટ વચ્ચે કાળઝાળ ગરમીને લઇને કમોસમી વરસાદની આગાહી, સતત બીજા દિવસે પણ વરસાદ

Weather Forecast rain heat coronavirus gujarat

એક તરફ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સતત બીજા દિવસે પણ વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ અમદાવાદમાં કોરોના સંકટ વચ્ચે શહેરીજનોને ગરમીનો પણ સામનો કરવો પડશે. હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું કે અમદાવાદમાં 1 અને 2 મે સુધી ભારે ગરમી પડે તેવી શક્યતા છે. હવામાન વિભાગે રેડ અલર્ટ જાહેર કર્યું છે. કમોસમી વરસાદ બાદ આકરી ગરમીનું સંકટ યથાવત છે. ગરમીનો પારો 2થી 3 ડિગ્રી વધવાની શક્યતા છે. અમદાવાદમાં ગરમીનો પારો બે દિવસ 45 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે.

બ્રેકિંગ ન્યૂઝ