વાતાવરણ /
ખેડૂતો ખાસ જાણી લે: ગુજરાતમાં હવે કોઈ જિલ્લામાં વરસાદની શક્યતા ખરી? જાણો શું છે હવામાન વિભાગની આગાહી
Team VTV04:08 PM, 25 Mar 23
| Updated: 04:09 PM, 25 Mar 23
રાજ્યના વાતાવરણને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે, હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી તેમજ ઉત્તર પશ્ચિમી પવનને લઈને ફરી ગરમીમાં થશે વધારો
રાજ્યના વાતાવરણને લઈ હવામાન વિભાગની આગાહી
આગામી 5 દિવસ વરસાદની શક્યતા નહીંવત
વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાનું હવામાન વિભાગે જણાવ્યું
રાજ્યના વાતાવરણને લઈ હવામાન વિભાગે વધુ એક વખત આગાહી કરી છે જે આગાહીથી રાહતના સમાચાર સામે આવ્યા છે. આગામી 5 દિવસ વરસાદની શક્યતા નહીંવત્ રહેશે. હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.
ઉત્તર પશ્ચિમી પવનને લઈને ફરી ગરમીમાં થશે વધારો
રાજ્યના વાતાવરણને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નહીંવત છે તેમજ ઉત્તર પશ્ચિમી પવનને લઈને ફરી ગરમીમાં વધારો થશે. આગામી દિવસોમાં 4થી 5 ડિગ્રી તાપમાનમાં વધારો થશે તેમજ પણ જણાવ્યું છે. હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું છે કે, હાલમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી તેમજ ઉત્તર પશ્ચિમી પવનને લઈને ફરી ગરમી પારો ઉચકશે તેમજ સિઝનના નોર્મલ તાપમાન કરતા 2 ડિગ્રી તાપમાન ઓછું રહેશે આગામી દિવસમાં 4થી 5 ડિગ્રી તાપમાનમાં વધારો થશે.
વિજીનલાલ, વૈજ્ઞાનિક હવામાન વિભાગ
ખેડૂતને માવઠાનો માર
આ વખતે માવઠાનો માર ખેડૂતોને ભારે પડ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ઉનાળો અને ચોમાસુ મિશ્રઋતુ ચાલી રહી હોય તેવુ વાતાવરણ છે. કમોસમી વરસાદને લઇ ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવી રહ્યો છે, પાક બગડી જવો અને પાકમા નુકસાની થવાના લીધે આગામી દિવસોમા સિઝનેબલ વસ્તુ ભરવા વાળાઓના ખિસ્સા સુધી આવશે તે વાત નક્કી છે. હાલ સમયાંતરે પવન સાથે માવઠુ વરસી રહ્યું છે જેમા પાકને ભારે નુકસાની થઈ રહી છે ખાસ કરીને જીરુ, ઘઉ, ઘાણા, ચણા અને ખાસ કરીને સૌ કોઇ ઉનાળામાં રાહ જોઇ બેઠા હોય તે કેરી. આ પાકને હાલ ખાસ્સુ એવુ નુકસાન થયું છે, જે બજારમા ઉંચા ભાવે મળશે તેવુ ખેડૂતો કહી રહ્યાં છે.
કેરીના બોક્સનો 500 રુપિયા કરતા વઘુ ભાવ આપવો પડશે
જુનાગઢમાં કેરીના વેપારી અને બગીચો ધરાવતા અતુલ સેખડાએ વિટીવી સાથેની વાતચીતમા જણાવ્યું હતુ કે, માવઠુ અને પવન કરતા જે કરા સાથે વરસાદ આવે છે તે પાકને વધુ નુકસાન પહોચાડે છે. કરા સાથે પડતા વરસાદે કેરીના પાકને વધુ પડતુ નુકસાન પહોચાડ્યું છે. ખાસ કરીને કરા આખી કેરીને નાશ જ કરી નાખે છે અને ખાવા લાયક રહેતી જ નથી. હાલની વાત કરીએ તો 20 ટકા જેટલુ કેરીના પાકને નુકસાન થઇ ગયુ છે. જોકે પાક વઘુ છે આ વખતે એટલે થોડુ સરભર થઇ જશે પણ માવઠુ હજુ આ મહિનામા ફરી આવે તો પાકમા ઘટ આવશે અને સારી કેરી મોડી બજારમા આવશે અને થોડો ભાવ વધુ આપવો પડશે. જેમા એક બોક્સ કેરીના 500 રુપિયા કરતા વઘુ ભાવ આપવો પડશે તેવી શક્યતા સેવાઈ રહી છે.
ધાણા પર પણ માવઠાનો માર
કેરી સિવાય મસાલા અને ઘઉ ભરવાની સિઝન ચાલી રહી છે. તેમા માવઠોનો માર જોવા મળશે. ગોંડલના ખેડૂત અને ખેડૂત હિત રક્ષક સમિતીના સંયોજક પરેશ વડોદરિયાના જણાવ્યા મુજબ મોટા ભાગના ખેડૂતોએ જીરાના પાકને ઉતારી લીઘો હોવા છતા અમુક લોકોને બાકી હોય તેવા જીરુના પાક સાવ પુરો થઇ ગયા છે. આ સિવાય ઘઉની વાત કરીએ તો હાલ લોકો 12 મહિનાના ઘઉ ભરવાની સિઝનમા હોય છે. નવા જુના ઘઉના લોકો રાહ જોતા હોય આ પાકને પણ 70 ટકા નુકાસાન પહોચાડીં દીધુ છે. અવાનાર સમયમા ઘઉ લેવા હશે તો ભાવ ઉચો ચુકવાની તૈયારી રાખવી પડશે. અને મસાલામા ધાણા પર પણ માવઠાનો માર જોવા મળશે અને વરસાદના લીઘે ચણા જમીનમા ઉતરી જાય છે અને ખરી જાય છે જે ખેડૂતના હાથમા આવતા નથી એટલે ધાણા અને ચણાના ભાવમા થોડી ઉંચી કિંમત ચુકવાની તૈયારી રાખવી પડશે.