બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ઠંડીમાં ઠુંઠવાવા તૈયાર રહેજો, પવનોની દિશા બદલાતા ગુજરાતમાં ફરી કાતિલ ઠંડીની આગાહી
Last Updated: 05:47 PM, 21 January 2025
હવામાન વિભાગની ઠંડીને લઈને આગાહી કરી હતી. જેમાં હવામાન વિભાગે 24 કલાક બાદ ફરી તાપમાન ઘટતા ઠંડીનો અહેસાસ થશે તેમ જણાવ્યું હતું. આ બાબતે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે હાલ પૂર્વ ઉતર પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. જે આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે.
ADVERTISEMENT
2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે
તેઓના જણાવ્યા મુજબ 24 કલાક બાદ પવનની દિશા બદલાતા 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. જેના કારણે તાપમાન ઘટતા ફરી ઠંડીનો અહેસાસ થશે. ત્યારે હાલ રાજ્યમાં લઘુત્તમ તાપમાન સામાન્ય થી વધુ જોવા મળી રહ્યું છે. ત્યારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી અને અમદાવાદનું સામાન્ય તાપમાન 12.5 ડિગ્રી રહેવાની સરખામણીએ 4 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર આપે છે 20 હજાર, આ લોકોને મળે છે સહાય
બીજી તરફ નલિયામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે ઉત્તરાયણ બાદ ઠંડીમાં ઘડાટો નોંધાયો હતો. ત્યારે આગામી દિવસોમાં વાતાવરણમાં ફેરફાર થાય તેમ લાગી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.