મેઘમહેર / ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 215 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધારે કાલાવડમાં 15.5 ઇંચ વરસાદ

Weather forecast in gujarat last 24 hours 215 taluka rain

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 215 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધારે કાલાવાડમાં 15.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં સૌથી વધુ મેઘમહેર સૌરાષ્ટ્રમાં જોવા મળી છે. જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર જિલ્લામાં સૌથી વધારે વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રમાં સતત અવિરત વરસાદ વરસતાં તમામ જળાશયો અને નદીમાં નવા નીરની આવક જોવા મળી છે. સૌરાષ્ટ્રમાં વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ