આગાહી /
રેઇનકોટ મુકી દીધા હોય તો કાઢી રાખજો, ગુજરાતમાં આ તારીખ દરમિયાન પડી શકે છે વરસાદ
Team VTV11:00 PM, 01 Jan 21
| Updated: 11:13 PM, 01 Jan 21
હવામાન વિભાગની આગાહીને લઇને ઉત્તર ગુજરાતના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. 2 જાન્યુઆરીથી 4 જાન્યુઆરીએ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની આગાહીને વહીવટી તંત્રએ જિલ્લાના તમામ અધિકારીઓને અલર્ટ રહેવા સૂચના આપી છે.
કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી
આગાહીને લઇ ઉત્તર ગુજરાતના ખેડૂતોની ચિંતામાં વધારો
2 જાન્યુ.થી 4 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદની આગાહી
આ સાથે જ ખેડૂતોને પણ પોતાનો માલ સાચવવા માટે અપીલ કરી છે. તેમજ માર્કેટિંગ યાર્ડમાં પણ માલ-સામાન બગડે નહીં તેની તકેદારી રાખવા સૂચના અપાઇ છે. વરસાદની આગાહીને પગલે યાર્ડમાં માલ-સામાનને ઢાંકી તેમજ અન્ય સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ કમોસમી વરસાદની આગાહીને લઇને ખેડૂતો પણ ચિંતિત બન્યા છે અને ખેતરમાં રાખેલા પશુઓના ઘાસચારાને તાડપત્રીથી ઢાંકી રક્ષણ આપવા પ્રયત્નો કરી રહ્યાં છે.
અંબાલાલ પટેલે પણ કરી છે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરી છે. 2 થી 3 જાન્યુઆરી ઉ.ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. સાબરકાંઠા,અરવલ્લીમાં, બનાસકાંઠા,પંચમહાલમાં પડશે કમોસમી વરસાદ પડશે અહીં બે દિવસ કમોસમી વરસાદથી ઠંડીનું પ્રમાણ ઘટશે. 4 જાન્યુઆરી બાદ ઠંડીનું પ્રમાણ વધશે એટલું જ નહીં અંબાલાલે કહ્યું હતુ કે, 10 જાન્યુઆરી સમગ્ર રાજયનું હવામાન બદલાશે.
ઉત્તરાયણમાં શું રહેશે પરિસ્થિતિ?
ઉત્તરાયણમાં ઉ.ગુજરાતમાં 10 ડિગ્રી તાપમાન રહેશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં ઉ.ગુજરાત કેટલાક ભાગમાં તાપમાન 5 ડિગ્રી થશે. બનાસકાંઠાના દાંતીવાડા અને દાંતામાં 5 ડિગ્રી તાપમાન રહેશે.
રાજ્યમાં ઠંડીનું પ્રમાણ કેવું રહેશે?
4 જાન્યુઆરી બાદ ઠંડીનું પ્રમાણ વધશે
10 જાન્યુઆરી સુધીમાં સમગ્ર રાજયનું હવામાન બદલાશે
ઉત્તરાયણમાં ઉ.ગુજરાતમાં 10 ડિગ્રી તાપમાન રહેશે
ફેબ્રુઆરીની શરૂઆતમાં ઉ.ગુજરાત કેટલાક ભાગમાં તાપમાન 5 ડિગ્રી થશે
બનાસકાંઠાના દાંતીવાડા અને દાંતામાં 5 ડિગ્રી તાપમાન રહેશે
રાજ્યમાં 2 અને 3 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની