બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ગુજરાતથી લઇને છેક હિમાચલ સુધી..., આજે અનેક રાજ્યો પર વરસાદી આફતનું સંકટ, કરાયું એલર્ટ જાહેર
Last Updated: 08:24 AM, 10 August 2024
દિલ્હી અને તેની આસપાસના વિસ્તારો સહિત દેશના ઘણા રાજ્યોમાં શુક્રવારે ભારે વરસાદ થયો હતો. ત્યારે આજે 10 ઓગસ્ટ, 2024 ના રોજ પણ વરસાદ ચાલુ રહેશે. હવામાન વિભાગે અનેક રાજ્યો માટે સવારથી જ વરસાદ પડવાની આગાહી કરી છે. ભારે વરસાદને કારણે, ઘણા રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ છે અને ઘણી નદીઓ બે કાંઠે થઈ ગઈ છે. ત્યારે દેશભરમાં હવામાનની વિભાગની આગાહી અનુસાર, કેટલાય વિસ્તારોમાં વરસાદ રહેશે.
ADVERTISEMENT
Light to moderate rainfall at a few places accompanied with thunder & lightning very likely over extreme North & interior Tamil Nadu, Kerala, Lakashdweep, south interior Karnataka, south coastal Andhra Pradesh, Rayalaseema, East Telangana, coastal & northwest Odisha, pic.twitter.com/6PDlXZQiFy
— India Meteorological Department (@Indiametdept) August 10, 2024
સવારથી જ શરૂ થઈ જશે વરસાદ
ADVERTISEMENT
હવામાન વિભાગનું કહેવું છે કે આજે સવારે સુદૂર ઉત્તર અને આંતરિક તમિલનાડુ, કેરળ, લક્ષદ્વીપ, દક્ષિણ આંતરિક કર્ણાટક, દક્ષિણ તટીય આંધ્રપ્રદેશ, રાયલસીમા, પૂર્વ તેલંગાણા, તટીય અને ઉત્તર-પશ્ચિમ ઓડિશા, અડીને આવેલા ઉત્તર છત્તીસગઢ, દક્ષિણ-પશ્ચિમ અને પૂર્વીય બિહાર, પશ્ચિમ ઝારખંડ, ઉત્તર અને આત્યંતિક દક્ષિણ-પૂર્વ હરિયાણા, ચંદીગઢ અને અડીને આવેલા પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ, ઉત્તર રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તર મહારાષ્ટ્ર, પેટા-હિમાલય પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, ઉત્તર-પૂર્વ આસામ અને મેઘાલયમાં કેટલાક સ્થાનો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ અમદાવાદના હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં મોન્સૂન ટ્રફને કારણે આજે અને આવતી કાલે ભારે વરસાદ થવાની સંભાવના છે. સાથે જ આગામી સાત દિવસ માટે ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
દિલ્હીમાં આવું રહેશે હવામાન
હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ અનુસાર, 10 ઓગસ્ટ અને 11 ઓગસ્ટે દિલ્હી-એનસીઆરમાં વરસાદની તીવ્રતા અને ફેલાવો વધવાની આશંકા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં 15 ઓગસ્ટ સુધી વરસાદી ગતિવિધિઓ ચાલુ રહેશે. જો કે તેમાં ઘટાડો અને વધારો જોવા મળી શકે છે. આ સાથે દિલ્હીના તાપમાનમાં પણ ઘટાડો જોવા મળશે. હવે અહીં મહત્તમ તાપમાન 32 થી 33 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે છે.
આ પણ વાંચો: PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળતા હડકંપ, IB થઈ એલર્ટ, 2ની ધરપકડ
આ રાજ્યોમાં પણ વરસાદનું એલર્ટ
આગાહી અનુસાર, આજે હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તર અને ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ, ઉત્તર-પૂર્વ રાજસ્થાન, હરિયાણાના ભાગો, દિલ્હી, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ અને આસામમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. સિક્કિમ, પૂર્વોત્તર ભારત, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, વિદર્ભ, પંજાબ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, તટીય કર્ણાટક, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. પશ્ચિમ રાજસ્થાન, ગુજરાત, કોંકણ અને ગોવા, વિદર્ભ, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કેરળ અને તેલંગાણામાં હળવો વરસાદ શક્ય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.