Team VTV09:38 AM, 27 Jan 21
| Updated: 09:43 AM, 27 Jan 21
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 31 જાન્યુઆરી સુધી ઠંડીના ચમકારાની આગાહી આપવામાં આવી છે. જેને લઇને મોટાભાગના શહેરમાં તાપમાન નીચુ જવાની શક્યતા છે.
હવામાન વિભાગની 31 જાન્યુઆરી સુધી ઠંડીના ચમકારાની આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે સાયક્લોનિક સર્કયુલેશનની પણ અસર રહેશે
અમદાવાદ સહિત મોટાભાગના શહેરમાં તાપમાન નીચુ જશે
ગુજરાતમાં આગામી 31 જાન્યુઆરી સુધી હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ભારે ઠંડીનું મોજુ જોવા મળશે. જેને લઇને મોટાભાગના શહેરમાં તાપમાનનો પારો ગગડતો જોવા મળશે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના પગલે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 31મી જાન્યુઆરી ઠંડીના ચમકારાની આગાહી આપવામાં આવી છે. જેને લઇને મોટાભાગના શહેરોમાં 4 ડિગ્રી સુધી પારો ગગડવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યમાં ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે. જેને લઇને અમદાવાદ સહીતના શહેરો ઠંડાગાર જોવા મળ્યા હતા. ગઇકાલે નલિયામાં સૌથી ઓછુ લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે કંડલામાં લઘુત્તમ તાપમાન 7.6 ડિગ્રી નોંધાયું હતું.
ગાંધીનગરમાં 8, અમદાવાદમાં 12 રાજકોટમાં 10 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજ્યની નજીક આવેલ રાજસ્થાનના પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં માઇનસ 4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આમ રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, જેને લઇને લોકો ઠુંઠવાઇ રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજી 31 જાન્યુઆરી સુધી ઠંડીનો ચમકારો જોવા મળશે.
હવામાન વિભાગ દ્વારા આગામી 31 તારીખ સુધી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે. આ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રમાં કડકડતી ઠંડી પડી શકે છે. રાજ્યના કેટલાંક શહેરોમાં બે આંકડાથી નીચે તાપમાન જોવા મળી શકે છે.