બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતના માથે ઘેરાયા સંકટના વાદળો, ખેડૂતોના શ્વાસ અધ્ધર કરે તેવી આગાહી
Last Updated: 08:01 AM, 20 January 2025
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર ન થવાની શક્તાઓ વ્યક્ત કરી છે. તેમજ દક્ષિણ-પૂર્વીય તરફથી પવન ફૂંકાતા રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જ્યારે અમદાવાદમાં તાપમાનનો પારો ઘટવાની સંભાવના છે.
ADVERTISEMENT
કમોસમી વરસાદની આગાહી
ADVERTISEMENT
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 22 જાન્યુઆરી બાદ રાજ્યનાં વાતાવરણમાં પલ્ટો આવી શકે છે. તેમજ ગુજરાતનાં ઘણા જીલ્લાઓમાં 22 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી દરમ્યાન વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ કેટલાક જીલ્લાઓમાં કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જ્યારે 24 જાન્યુઆરી બાદ રાજ્યમાં ઠંડા પવનો પણ ફૂંકાય તેવી શક્યતા છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) January 19, 2025
હવામાન વિભાગે શું આગાહી કરી
હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં અમરેલી, આણંદ, અરવલ્લી, ગાંધીનગર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર સહિતનાં જીલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેવાની શક્યતા છે. તેમજ ગીર સોમનાથ, નવસારી, વલસાડ સહિતનાં જીલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેશે. તેમજ બનાસકાંઠા, દાહોદ, જામનગર, મહિસાગર, મોરબી, પાટણ, મહેસાણા સહિતનાં જીલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેવાની શક્યતાઓ છે. તેમજ રાજ્યમાં હજુ પણ ઠંડીનું જોર યથાવત રહેશે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે ઉત્તર-પૂર્વ તરફથી ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે.
વધુ વાંચોઃ ગુજરાત યુનિવર્સિટીમાં 4 કરોડથી વધુનું કૌભાંડ, પ્રોફેસર કમલજીત લખતરીયાની ધરપકડ
રાજ્યનાં મોટા ભાગનાં શહેરોનું તાપમાન
ગુજરાતનાં અમુક શહેરોના તાપમાનમાન પર નજર કરીએ તો અમદાવાદમાં 17.5 ડિગ્રી, અમરેલીમાં 15.0 ડિગ્રી, વડોદરામાં 19.2 ડિગ્રી, ભુજમાં 13.2 ડિગ્રી, ડીસામાં 15.4 ડિગ્રી, દીવમાં 15.2 ડિગ્રી, કંડલામાં 15.5 ડિગ્રી તાપમાન નોંધાવા પામ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.