ભારત સહિત ગુજરાતમાં કોરોના મહામારી બિમારીનો કહેર જોવા મળી રહ્યો છે. એક તરફ કોરોનાના કહેર વચ્ચે દેશભરમાં લોકડાઉન જાહેર કરાયું છે. ત્યારે લોકડાઉનની પરેશાનીનો સામનો કરી રહેલી રાજ્યની જનતા માટે હવામાન વિભાગે માઠા સમાચાર આપ્યાં છે. હવામાન વિભાગે રાજ્યમાં હજી ગરમીનો કહેર વધવાની આગાહી કરી છે.
કોરોનાના કહેર વચ્ચે ગુજરાતના તાપમાનમાં વધારો
રાજ્યમાં કાળઝાળ ગરમીની હવામાન વિભાગે કરી આગાહી
રાજ્યમાં આગામી બે દિવસમાં ગરમીનો પ્રકોપ વધશે
ઉલ્લેખનીય છે કે, રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ગરમીનો પાર વધે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. મોટા ભાગના જિલ્લાઓમાં પારો 40થી વધ્યો છે. એક બાજુ રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે.
આગામી 2 દિવસ અસહ્ય ગરમી પડવાની આગાહી
તો બીજી તરફ ગરમીનો પારો વધતા કોરોના વોરિયર્સને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ સુધી ગરમીની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે લોકોને અસહ્ય ગરમી સહન કરવાનો વારો આવ્યો છે.
ગરમીથી બચવા માટે શું કરવું જોઇએ ?
ગરમીમાં તમામ લોકોએ કેટલીક ધ્યાન રાખવાની જરૂર છે. તરસ ન લાગી હોય તેમ છતાં પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઇએ. આ સાથે જ જરૂર મુજબ ORS , લીંબુનું પાણી, લસ્સી, છાશ, વરિયાળીનું શરબત વગેરેનું સેવન કરતા રહેવું જોઇએ. આછા રંગના, સુતરાઉ કપડા પહેરવાનો આગ્રહ રાખવો જોઇએ. બપોરના સમયે શક્ય હોય ત્યાં સુધી કામ વગર બહાર નીકળવું ન જોઇએ. તેમછતાં જો બહાર નીકળવાનું થાય તો ટોપી, છત્રી, સ્કાર્ફ, ગોગલ્સનો ખાસ ઉપયોગ કરવો જોઇએ.