બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / weather department forecast gujarat heat wave prediction in summer

આકરો ઉનાળો / રાજ્યના આ વિસ્તારોમાં હિટવેવની આગાહી, અમદાવાદમાં યલો એલર્ટ, તાપમાન જશે 42 ડિગ્રીને પાર

Dhruv

Last Updated: 10:48 AM, 24 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાંક વિસ્તારોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

  • રાજ્યભરમાં વધ્યો ગરમીનો પ્રકોપ
  • સૌરાષ્ટ્ર ,કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હિટવેવની આગાહી
  • અમદાવાદમાં યલો એલર્ટ હવામાને જારી કર્યુ

રાજ્યમાં છેલ્લાં એક-બે દિવસ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પણ ક્યાંક-ક્યાંક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદે અમી છાંટણા કર્યા હતાં. પરંતુ હવે ધીરે-ધીરે રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. એવામાં હવામાન વિભાગે એક વાર ફરી હિટવેવને લઇને આગાહી કરી છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર ,કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. પોરબંદર, કચ્છ અને જૂનાગઢમાં હિટવેવની આગાહી કરાઇ છે. તો અમદાવાદમાં હવામાને યલો એલર્ટ જારી કર્યુ છે.

અમદાવાદમાં હવામાને યલો એલર્ટ જારી કર્યું

બીજી બાજુ રાજ્યમાં ગીર સોમનાથ, સુરત અને વલસાડમાં પણ હિટવેવની આગાહી કરાઇ છે. 25 એપ્રિલે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ હિટવેવ રહેશે. તો આ સાથે અમદાવાદમાં પણ યલો એલર્ટ હવામાને જારી કર્યુ છે. રાજ્યમાં ગાંધીનગર અને વડોદરામાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચી શકે છે.

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી હિટવેવની આગાહી કરાઇ છે. ગરમ અને સૂકા પવનના કારણે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં વધારો થશે. મહત્તમ તાપમાન પણ 2થી 3 ડીગ્રી ઊંચું જશે. રાજ્યમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ હિટવેવની અસર થશે. દક્ષિણમાં સુરત, વલસાડ તો સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં હિટવેવ રહેશે.

અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1 ડિગ્રીનો વધારો

તમને જણાવી દઇએ કે, શનિવારે દિવસ દરમિયાન રાજકોટ અને ગાંધીનગરમાં 42 ડિગ્રી સાથે સૌથી વધારે ગરમી નોંધાઇ હતી. જ્યારે અમદાવાદમાં 41.5 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આ સિવાય શનિવારે ભુજ અને વડોદરામાં પણ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર થયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ