ચિંતા / ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે વરસાદની કરી આગાહી

ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર મળી રહ્યા છે હવામાન વિભાગ તરફથી. હવામાન વિભાગનું માનીએ તો રાજ્યમાં કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના કારણે આજે જૂનાગઢ, રાજકોટ, બનાસકાંઠા અને અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. તો આવતીકાલથી તાપમાન સામાન્ય થશે. અને 3 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ