બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પહાડો પર થશે હિમવર્ષા, આ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

હવામાન અપડેટ / પહાડો પર થશે હિમવર્ષા, આ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Last Updated: 08:09 AM, 15 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગ દ્વારા આજે દિલ્હી સહિત ઉત્તર ભારતનાં કેટલાક રાજ્યોમાં ગાઢ ધુમ્મસ તેમજ શીત લહેરની આગાહી કરી છે. તેમજ દિલ્હી તેમજ યુપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતનાં ઘણા રાજ્યોમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસને લઈ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. દિલ્હ તેમજ અન્ય રાજ્યોમાં આજે અને આવતીકાલેક વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ દેશની રાજધાનીમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું હતું. તેમજ ઉત્તર પ્રદેશમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની વરસાદ પડવાની આગાહી

હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર બુધવારે ગાઢ ધુમ્મસ રહેશે. તેમજ સાંજે અને રાત્રે હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. તેમજ તાપમાન 19 અને લધુત્તમ તાપમાન 9 ડિગ્રી રહેશે. તેમજ 16 જાન્યુઆરીનાં રોજ વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ તા. 17 અને 18 જાન્યુઆરીનાં રોજ ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે. તેમજ તા. 19 અને 20 જાન્યુઆરીનાં રોજ મધ્યમ ધુમ્મસ રહેશે.

પંજાબ-હરિયાણામાં કેવું રહેશે વાતાવરણ

હવામાન વિભાગ દ્વારા પંજાબ અને હરિયાણામાં આજે યલો એલર્ટ જાહેર કર્યું છે. તેમજ તા. 16 અને 18 જાન્યુઆરીનાં રોજ પંજાબમાં ગાઢ ધુમ્મસ રહેશે. જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. જ્યારે હરિયાણામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ તા.18 જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે.

વરસાદ તેમજ હિમવર્ષાની આગાહી

ભારતીય હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર ઈરાન અને તેની આસપાસનાં પ્રદેશો પર નીચલા અને મધ્યમ ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં ચક્રવાતનાં કારણે તા. 15 થી 17 જાન્યુઆરી દરમ્યાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં છૂટાછવાયા વરસાદ તેમજ હિમવર્ષાની શક્યતાઓ છે. તેમજ તા. 15 અને 16 જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનનાં કેટલાક સ્થળે છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

વધુ વાંચો: કુખ્યાત સંગઠનના નિશાને અરવિંદ કેજરીવાલ, સુરક્ષા એજન્સીઓએ આપી ચેતવણી

ધુમ્મસનાં કારણે 38 ટ્રેનો મોડી

હિમાચલ પ્રદેશથી લઈ પૂર્વોત્તરનાં 20 રાજ્યોમાં રાત્રે અને વહેલ સવારે ગાઢ ધુમ્મસ છવાયલ હતું. દિલ્હી, પંજાબ, હરિયાણા સહિત કેટલાક રાજ્યોમાં વિઝિબિલિટી શૂન્ય રહી હતી. જેનાં કારણે ઉત્તર રેલવેની 39 ટ્રેનો ચાર કલાક સુધી મોડી ચાલી રહી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

weather update rain predicted Weather Department
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ