બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'અરબી સમુદ્રમાં લોપ્રેશર ઉભુ થશે, મકરસંક્રાંતિથી માર્ચ સુધીમાં...' અંબાલાલની આગાહી 'ભારે'

કમોસમી વરસાદ / 'અરબી સમુદ્રમાં લોપ્રેશર ઉભુ થશે, મકરસંક્રાંતિથી માર્ચ સુધીમાં...' અંબાલાલની આગાહી 'ભારે'

Last Updated: 03:28 PM, 13 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કમોસમી વરસાદને લઈ આગાહી કરી છે. મકરસંક્રાંતિ બાદ વાતાવરણ પલટાઈ શકે છે.

રાજ્યમાં ભારે ઠંડી અને કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ઠંડીને લઈ ભારે આગાહી કરી છે. ડિસેમ્બર મહિનામાં હવામાનમાં પલટો આવી શકે છે. તેમજ અરબી સમુદ્રમાં લોપ્રેશર ઉભુ થશે. તેમજ મકરસંક્રાંતિ થી માર્ચ સુધીમાં કમોસમી વરસાદની શક્યતા છે.

16 થી 24 ડિસેમ્બર દરમ્યાન અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી દિવસોમાં રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તેમજ અંબાલાલ પટેલ દ્વારા 17 ડિસેમ્બરથી મહત્તમ તાપમાનમાં વધારો થશે. તેમજ 16 થી 24 ડિસેમ્બર દરમ્યાન અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે.

22 થી 31 સુધી કડકડતી ઠંડી પડશે

અંબાલાલે વધુમાં જણાવ્યુ હતુ કે ડિસેમ્બરના અંતમાં ભારે ઠંડી પડશે. 22 થી 31 સુધી કડકડતી ઠંડી પડશે. જાન્યુઆરીમાં કાતિલ ઠંડી પડશે. ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારો વધ્યો છે. જેમાં છેલ્લા 2-3 દિવસથી રાજ્યમાં ઠંડા પવનોએ જોર પકડ્યું છે. ત્યારે હવે અંબાલાલ પટેલ દ્વારા કાતિલ ઠંડીની સાથે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.

વધુ વાંચોઃ ગુજરાતની વધુ એક સિદ્ધિ, આ ગામની પંચાયત બની દેશની સર્વશ્રેષ્ઠ “સુશાસન યુક્ત પંચાયત”, રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ

17 માર્ચ પછી તાપમાન વધશે

ઉત્તર ગુજરાતમાં આ વખતે શિયાળામાં ઉષ્ણ તાપમાન 15 ડિગ્રી જેટલું ડિસેમ્બર-માર્ચ દરમિયાન રહેશે. જોકે 17 માર્ચ પછી તાપમાન વધશે જેમાં મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી જેટલું પહોંચવાની શક્યતા છે. તો સાથે જ રાજકોટમાં તાપમાન 15 ડિગ્રી કરતા નીચું રહેવાની શક્યતા રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ambalal Patel weather unseasonal rains
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ