બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / weather ambalal patel uttarayan festival gujarat
Hiren
Last Updated: 12:57 AM, 7 January 2020
ADVERTISEMENT
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે સોમવારે જણાવ્યું હતું કે, 7 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધીમાં વરસાદની શક્યતા છે. દ.ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ દિવસોમાં મ.ગુજરાત, ઉ.ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં ઠંડી વધશે. ત્યારે 9, 10 અને 11 તારીખે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી પણ નીચું જાય તેવી શક્યતા છે. સાથે ઉ.ગુજરાત અને બનાસકાંઠામાં ખુબ જ ઠંડી પડે તેવી આગાહી કરાઇ છે.
અંબાલાલ દ્વારા વર્ષ 2020નો પ્રથમ તહેવાર ઉત્તરાયણ પણ બગડે તેવી શક્યતાઓ છે. તેમણે જણાવ્યું હતું કે, ઉત્તરાયણના દિવસે રાજ્યના કેટલાક ભાગમાં વરસાદની શક્યતાઓ છે. 14મી જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે. સાથે મધ્યમ પવન પણ રહેશે. ત્યારે પતંગરસિયાઓ માટે ટેન્શન આપનાર આગાહી છે. ત્યારે 15મી જાન્યુઆરીએ પવન સારો રહેશે.
ADVERTISEMENT
અંબાલાલે જણાવ્યું હતું કે, 12 અને 13 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા વરસાદ પડશે. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં 12 અને 13 જાન્યુઆરીએ વરસાદની આગાહી છે. વરસાદને કારણે ઉતરાયણના દિવસે વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાનમાં ફેરફાર થશે તો સખત ઠંડી પડવાની શક્યતા છે. 10 ડિગ્રીથી ઓછું રહેશે. જેથી ઉ.ગુજરાત અને મ.ગુજરાતમાં સખત ઠંડી પડી શકે છે. કચ્છ-ભૂજમાં સખત ઠંડી પડી શકે છે. 7, 8 અને 9 દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. 12થી 14 સુધી કચ્છના ભાગમાં વરસાદ વરસી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.