બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં ઠંડી તોડશે છેલ્લા ૩૦ વર્ષનો રેકોર્ડ, સાથે માવઠું પણ ત્રાટકશે, શું કહે છે અંબાલાલની આગાહી

આગાહી / ગુજરાતમાં ઠંડી તોડશે છેલ્લા ૩૦ વર્ષનો રેકોર્ડ, સાથે માવઠું પણ ત્રાટકશે, શું કહે છે અંબાલાલની આગાહી

Last Updated: 01:19 PM, 11 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજથી રાજ્યમાં પશ્ચિમી વિક્ષેપ આવશે. તેમજ સર્ક્યુલેશન ગુજરાત તરફ આવશે તો વરસાદની શક્યતાઓ છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ઠંડીને લઈ મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આજથી રાજ્યમાં પશ્ચિમી વિક્ષેપ આવશે. તેમજ તા. 17 થી 20 નવેમ્બર પશ્ચિમી વિક્ષેપ આવશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાનાં કારણે ગરમી ઘટશે. ઉત્તર ગુજરાતનાં ભાગોમાં આજથી ન્યૂનત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. ઘઉંનાં પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નહી. હાલની વાવણી થાય તો જીરા, દિવેલામાં ગરમીનાં કારણે ઉત્પાદન ઘટી શકે છે.

હિમ વર્ષા ના કારણે ગુજરાત માં ઠંડીની લહેર આવશે

23 નવેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા ઉત્તર પર્વતિય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. હિમવર્ષાનાં કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે. બંગાળ ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બર ડિપ ડિપ્રેશનનાં કારણે ચક્રવાત બનશે. અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે. લો પ્રેશર સોમાલીયા કે ઓમાન તરફ જશ તો વરસાદનહી આવે.

વધુ વાંચોઃ છેલ્લાં 4 વર્ષથી બંધ પડેલી સી પ્લેન સર્વિસમાં ફરીથી પ્રાણ ફૂંકાશે, સિવિલ એવિએશન વિભાગે દર્શાવી તૈયારી

માર્ચ એપ્રિલ સુધી માવઠા આવી શકે

ગુજરાત તરફ વરસાદ આવવાની શક્યતાઓ પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અરબ સાગરમાં સાયક્લોનિક સરક્યુલેશનનાં કારણે ચક્રવાત બને તેવી સંભાવના છે. ગ્લોબલ વોર્મિગ 74 વર્ષ બાદ ઓક્ટોબર માસમાં ગરમી પડી શકે છે. ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે. અને માવઠું પડી શકે છે. છેલ્લા 30 વર્ષથી ઠંડીનાં રેકોર્ડ તૂટશે. માર્ચ માસ સુધી હવામાનમાં પલ્ટો આવશે. માર્ચ એપ્રિલ સુધી માવઠું પડી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

weather Department Ambalal Patel Ahmedabad news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ