Monday, August 26, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

રાહુલ ગાંધીએ પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યું અમે મોદી સરકારની સાથે છીએ

રાહુલ ગાંધીએ પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યું  અમે મોદી સરકારની સાથે છીએ
જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં 37 જવાન શહીદ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલાને લઇને સીસીએસની મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. જ્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ આજે શ્રીનગરની મુલાકતે જઇ રહ્યા છે.

ત્યારે દિલ્લી ખાતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ યોજી હુમલાની નિંદા કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પુલવામામાં થયેલા હુમલાને લઇને કહ્યું કે અમે મોદી સરકારની સાથે છીએ.  પુલવામાની ઘટના વ્યક્તિગત નથી સમગ્ર દેશની છે.

આતંકીઓ દેશને વિભાજીત કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. આતંકી હુમલો હિન્દુસ્તાનની આત્મા પર થયો છે. અમે દેશ અને સરકારની સાથે છીએ. કોઇપણ તાકાત હિન્દુસ્તાનને તોડી નહી શકે તેમ કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે દેશ-વિદેશમાં આતંકી હુમલાને વખોડી નાંખવામાં આવ્યું છે. દેશના ઘણા બધા રાજકીય નેતાઓ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરી રહ્યા છે અને શહીદના પરિવાર પ્રતિ સંવેદના વ્યક્ત કરી રહ્યાં છે. 

રાહુલ ગાંધીએ કહ્યું કે આ આતંકીઓનું ભયાનક કૃત્ય છે. આપણા સૈનિક વિરુધ્ધની હિંસા બિલકુલ ધૃણિત છે. અમે બધા આપણા જવાનોની સાથે છીએ. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ