દીવમાં ફક્ત દારુ પીવાના હેતુથી જતા ગુજરાતીઓને અવગડ પડી શકે તેવો એક નવો નિયમ સત્તાવાળાઓ દ્વારા લાગુ કરાયો છે જેનો પૂરજોરથી વિરોધ થઈ રહ્યો છે.
દારુ પીવા દીવ જતાં ગુજરાતીઓને પડશે અગવડ
હોટલો પર ગ્રાહકોને રુમમાં દારુ પીરસવા પર પ્રતિબંધ
ગ્રાહકોને રુમમાં નહીં મળે દારુ, બહારના બારમાં જઈને પીવો પડશે
દીવ પિયક્કડ ગુજરાતીઓ માટે સ્વર્ગ સમાન છે. એકદમ પડખે હોવાથી મોટી સંખ્યામાં ગુજરાતીઓ દારુ પીવા અથવા તો ફરવા માટે દીવ જતા હોય છે અને હોટલમાં પડ્યાં પડ્યાં ટેશથી દારુ પીતા હોય છે પરંતુ હવે એક નવો નિયમ લાગુ પડ્યો છે જેનાથી ગુજરાતીઓને અવગડ પડી શકે છે. દીવની હોટલોમાં પડ્યાં પડ્યાં દારુ પીવાના શૌખીન લોકોને ઝટકો લાગી શકે છે કારણ કે દીવ સત્તાવાળા દ્વારા હોટલો તથા રેસ્ટોરન્ટ્સ માટે એક નિયમ લાગુ પડાયો છે. આ નિયમ એવો છે કે હોટલો હવે તેની રુમમાં ગ્રાહકો કે પ્રવાસીઓને દારુ નહીં પીરસી શકે. આ નિયમ અમલમાં આવ્યાં બાદ હોટલો ગ્રાહકોને તેમના રુમમાં દારુ સર્વ કરવાની ના પાડી રહ્યાં છે આને કારણે ઘણા બાર અને વાઈન શોપ્સના પાટિયા પડી ગયા છે.
અત્યાર સુધી હોટલમાં બેઠા બેઠા પી શકાતો દારુ કે બીયર
જ્યારે નિયમ નહોતો ત્યારે કોઈ પણ વ્યક્તિ હોટલમાં બેઠા બેઠા દારુ પી શકતો હતો કે સ્ટાફ પાસે ઓર્ડર કરાવી શકતો હતો પરંતુ હવે હોટલો દારુ નહીં પૂરો પાડે પીવો હશે તો હોટલ બહાર જઈને પી શકાશે. આ નિયમનો મોટાપાયે વિરોધ થઈ રહ્યો છે.
રાજકોટના યુવાનને હોટલમાં ન પીરસાયો દારુ
ગત રવિવારે મિત્રો સાથે બર્થડેની પાર્ટી મનાવવા દીવ આવેલા રાજકોટના યુવાનને કડવો અનુભવ થયો હતો. તેણે હોટલમાં રહીને જ સ્ટાફ પાસે બીયર મંગાવ્યો હતો પરંતુ હોટલ સ્ટાફ દ્વારા રુમમાં દારુ કે બીયર આપવાની ઘસીને ના પાડી દેવાઈ હતી આનાથી યુવાનને નવાઈ લાગતી હતી કારણ કે અત્યાર સુધી તો તેને રુમમાં જ દારુ મળી રહેતો હતો પરંતુ હવે હોટલ સ્ટાફ દ્વારા ના પાડી રહ્યાં છે. બાદમાં તેને નવા નિયમની જાણ થઈ હતી.
24 બાર અને દુકાનોના લાઈસન્સ સસ્પેન્ડ
બાર અને વાઈન શોપના માલિકો દીવ સત્તાવાળાના આ નિયમનો પૂરજોરમાં વિરોધ કરી રહ્યો છે. જોકે સત્તાવાળાઓએ આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તેમની કાર્યવાહી બુટલેગિંગ રોકવા માટે છે. દીવ લિકર શોપ્સ એન્ડ બાર એસોસિએશનના જણાવ્યા મુજબ નિયમોના ભંગ બદલ 24 બાર અને દુકાનોના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને અન્ય 70થી વધુ દુકાનો સ્વેચ્છાએ બંધ કરી દેવામાં આવી હતી જેથી હેરાનગતિ ન થાય.
શું બોલ્યાં એસોસિયેશનના પ્રમુખ ભાવેશ અભિનવ
એસોસિયેશનના પ્રમુખ ભાવેશ અભિનવનું કહેવું છે કે બૂટલેગરોના વાંકે પ્રવાસીઓને હેરાન કરાઈ રહ્યાં છે. સ્ટોક મિસમેચ, વેચાણના પુરાવા, લાંબી લાંબી લાઈનો અને પ્લાસ્ટિકની થેલીઓમાં દારૂની બોટલો આપવા જેવી નાની નાની બાબતોથી કંટાળીને ઘણા બાર અને વાઈન શોપના શટર પડી રહ્યાં છે.
શું બોલ્યાં દીવ એસોસિયેશનના પ્રમુખ ભાવેશ અભિનવ
એક્સાઇઝના આસિસ્ટન્ટ કમિશનરનો વધારાનો હવાલો સંભાળતા દીવના એડિશનલ ડીએમ વિવેક કુમારે જણાવ્યું હતું કે અમે બુટલેગિંગને રોકવા અને બારમાં સ્વચ્છતા જાળવવા માટે કાર્યવાહી કરી છે. ગેરકાયદે વેચાણ કરતા અને નિયમોનું ઉલ્લંઘન કરતા બાર સામે કાર્યવાહી કરવામાં આવી છે.