બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Waterborne epidemic increased in Ahmedabad
Last Updated: 03:46 PM, 14 December 2021
ADVERTISEMENT
શહેરમાં ડિસેમ્બર મહિનામાં મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના 81 અને ચિકનગુનિયાના 79 કેસો નોંધાયા છે. પાણીજન્ય રોગોમાં કમળાના 96 અને ટાઇફોઇડના 109 કેસો નોંધાયા છે.
ADVERTISEMENT
શહેરના તમામ વોર્ડમાં કેસ નોંધાયા
શહેરના તમામ વોર્ડમાં કેસો નોંધાઈ રહ્યા છે. પાણીજન્ય રોગો વધતા મનપાનું આરોગ્યતંત્ર દોડતું થયું છે. મનપાએ દવા છંટકા અને ફોગિંગની કામગીરી શરૂ કરી છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
સોમવારે રાજ્યભરમાં કોરોનાના વધુ 58 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોનાને માત આપીને 56 દર્દી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 549 થઈ છે. તો કોરોનાગ્રસ્ત 5 દર્દી વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. જ્યારે આજે કોરોનાને વલસાડ જિલ્લામાં એક દર્દીનું મૃત્યુ થયું છે. જેને લઇને રાજ્યભરમાં સરકારના આંકડા અનુસાર અત્યાર સુધીમાં 10099ના મૃત્યુ થઇ ચૂક્યા છે. અત્યાર સુધી રાજ્યમાં 817543 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 98.71 ટકા છે. રાજ્યભરમાં આજે 2.56 લાખ નાગરિકોનું રસીકરણ થયું છે. આમ અત્યાર સુધી રાજ્યમાં રસીના 8.55 કરોડથી વધુ ડોઝ અપાયા ચૂક્યા છે.
કયા જિલ્લામાં કેટલા કેસ?
રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 19 નોંધાયા છે. જ્યારે વડોદરામાં 13 કેસ, ભાવનગરમાં 5 કેસ, કચ્છમાં 5, નવસારીમાં 4 કેસ, રાજકોટમાં 5 કેસ, પાટણમાં 2 કેસ, સુરત જિલ્લામાં આજે 2 કેસ નોંધાયા, ગાંધીનગરમાં વધુ 2 કેસ અને ગીર સોમનાથમાં એક કેસ નોંધાયા છે.
જામનગરમાં ઓમિક્રોન પોઝિટિવ કેસ
પ્રથમ કેસ પણ જામનગરમાં સામે આવ્યો હતો. ત્યારબાદ પ્રથમ કેસના દર્દીના સગામાંથી 2 વ્યક્તિઓ ઓમિક્રોન પોઝિટિવ આવ્યા હતા. જામનગરમાં પ્રથમ પોઝિટિવ આવનાર દર્દી ઝિમ્બાબ્વેથી ભારત આવ્યા હતાં. તેમના સંપર્કમાં આવતા બંને વ્યક્તિઓ સંક્રમિત થયા હતા. જામનગરમાં 75 વર્ષીય વૃદ્ધના પત્ની અને સાળો હાલ પોઝિટિવ છે. જામનગરમાં ઓમિક્રોન વેરિઅન્ટના 3 કેસો છતાં તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે. શહેરની બજારોમાં મોટી માત્રામાં ભીડ જોવા મળી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.