બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Water will not fill on the runway of Ahmedabad airport

સમસ્યાનું સમાધાન / હવેથી અમદાવાદ એરપોર્ટના રન-વે પર નહીં ભરાય પાણી, ઓટોમેટિક થઇ જશે વરસાદી પાણીનો નિકાલ, જુઓ કેવી રીતે

Malay

Last Updated: 01:41 PM, 13 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર હવે વરસાદી પાણી નહીં ભરાય, એરપોર્ટ પર પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરાઈ છે.

  • એરપોર્ટ પર હવે નહીં ભરાય વરસાદી પાણી
  • વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો થશે નિકાલ
  • એરપોર્ટના રન-વે પર ભરાય છે પાણી
  • પાણીના નિકાલ માટે કરાઇ વ્યવસ્થા 

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અનેક નવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. આ એરપોર્ટ પર ગ્રીન કાર વોશની અનોખી સુવિધા શરૂ કરવામાં આવી છે. સાથે જ એરપોર્ટના રન-વે પર પાણીના નિકાલ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એરપોર્ટથી સાબરમતી સુધી ડ્રેનેજ લાઈન નાખી દેવાામં આવી છે. ડ્રેનેડ લાઈનને લઈને નવો રોડ પણ બનાવવામાં આવ્યો છે.

એરપોર્ટ પર હવે નહીં ભરાય વરસાદી પાણી
અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતનું સૌથી મોટું એરપોર્ટ છે અને અહીં સતત ટ્રાફિક રહે છે. એરપોર્ટ રનવે પર અત્યાર સુધી ચોમાસામાં  વરસાદની પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સર્જાતી હતી. એક સાથે 5 ઈચ વરસાદમાં એરપોર્ટના રન વે પર પાણી ભરાઈ જતું હતું. જોકે, હવે અમદાવાદ એરપોર્ટ પર વરસાદી પાણી ભરાશે નહીં. 

એરપોર્ટથી સાબરમતી સુધી નખાઇ ડ્રેનેજ લાઇન
વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ કરવામાં આવ્યો છે. એરપોર્ટથી સાબરમતી સુધી ડ્રેનેજ લાઈન નાખવામાં આવી છે. રન-વે નું પાણી સીધું સાબરમતી નદીમાં જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ ડ્રેનેજ લાઈનને લઈને તત્કાલિક નવો રોડ પણ બનાવવામાં આવ્યો છે.

એરપોર્ટ પર 'ગ્રીન' કાર વોશની સુવિધા કરાઈ શરૂ
અત્રે ઉલ્લેખનીય છે કે, એરપોર્ટ પર કાર વોશની નવી સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર ઇકોફ્રેન્ડલી સર્વિસ શરૂ કરવામાં આવી છે. જેમાં માત્ર 20 મિનિટમાં કાર વોશ થઈ જશે. એરપોર્ટ પાર્કિંગમાં પાર્ક કરેલી કારને અહીં વોશ કરાવી શકાશે. કાર વોશની સુવિધા માટે પ્રી-બુકિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.  આ સુવિધા દ્વારા એરપોર્ટ પર આવતા વ્યક્તિ માત્ર 20 મિનિટમાં પોતાની કાર વોશ કરાવી શકશે.

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad airport runway અમદાવાદ એરપોર્ટ રન-વે સમસ્યાનું સમાધાન Ahmedaabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ