સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં પાણી પુરવઠો આંશિક ખોરવાશે જેમાં ભાવનગર, બોટાદ, જૂનાગઠ, અમરેલી અને રાજકોટ જિલ્લામાં પણ પાણી પુરવઠો આંશિક ખોરવાશે તેવી પણ વિગતો છે.
સૌરાષ્ટ્રમાં પાણી પુરવઠો આંશિક ખોરવાશે
લિકેજ દૂર કરવાની કામગીરીને લઈ ખોરવાશે
30 અને 31 મેના રોજ પાણી પુરવઠો ખોરવાશે
ઉનાળો માથા પર છે અને પાણીને લઈ સૌરાષ્ટ્રવાસીઓ માટે આંશિક અસર દાયક સામાચાર સામે આવ્યા છે. તંત્રને ચાલુ ઉનાળે રિનોવેશનની કામગીરી યાદ આવી જતા સૌરાષ્ટ્રવાસીઓને આશિંક પુરવઠો ખોરવાય તેવી નોબત ભોગવવી પડશે.લિકેજની કામગીરી કરવાની હોવાથી પાંચ જિલ્લામાં પાણી પુરવઠો આંશિક ખોરવાશે.
5 જિલ્લામાં પાણી પુરવઠો આંશિક ખોરવાશે
સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં પાણી પુરવઠો આંશિક ખોરવાશે જેમાં ભાવનગર, બોટાદ, જૂનાગઠ જિલ્લામાં સમાવેશ થાય છે તેમજ અમરેલી અને રાજકોટ જિલ્લામાં પણ પાણી પુરવઠો આંશિક ખોરવાશે તેવી પણ વિગતો છે. તમને જણાવી દઈએ કે, 30 અને 31 મેના રોજ પાણી પુરવઠાને અસર પહોંચશે. પરીએજથી પીપળી પાઈપલાઈનની કામગીરીને લઈ સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાના નાગરિકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે.
ફાઈલ તસવીર
કામગીરી પૂર્ણ થયા બાદ પાણી પુરવઠો કાર્યરત થશે
લિકેજ દૂર કરવાની કામગીરીને લઈ આંશિક અસર થશે. અત્રે તમને જણાવી દઈએ કે, લિકેજની કામગીરી પૂર્ણ થયા બાદ પાણી પુરવઠો રાબેતા મુજબ કાર્યરત થશે. પરીએજથી પીપળી પાઈપલાઈનમાં લિકેજ હોવાથી તે દૂર કરવાને લઈ પાણી પુરવઠો આંશિક ખોરવાશે.