બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / અન્ય જિલ્લા / Water shortage in the village of Gujarat

વિશેષ / ગુજરાતના છેવાડાના ગામમાં પાણીની પારાયણ, તરસ છીપાવવા કરવું પડે છે જોખમી ખોદકામ

vtvAdmin

Last Updated: 10:59 PM, 12 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળાની શરૂઆતમાં જ બનાસકાંઠાના આદિવાસી વિસ્તાર અમીરગઢમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે અમીરગઢ પંથકમાં  પાણી માટે હેડપંપ નો સૌથી વધારે ઉપયોગ થાય છે. પરંતુ ગયા વર્ષે નહિવત વરસાદના કારણે  મોટાભાગના હેડપમ્પમાંથી પાણી આવતું બંધ થઈ ગયું છે. ત્યારે હેડ પંપો બંધ હાલતમાં હોવાથી પીવાના પાણી  માટે લોકો વલખાં મારી રહ્યા છે. ત્યારે  વિસ્તારના લોકો હવે કૂવા ઊંડા કરી પાણી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે જોઈએ વિતિવીનો એક વિશેષ અહેવાલ પાણી માટે કૂવો ખોદયો.

બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાંના વિસ્તારમાં મોટા પ્રમાણમાં આદિવાસી લોકો વસવાટ કરી રહ્યા છે. છુટ્ટા છવાયા પર્વતો પર રહેતા આ વિસ્તારના લોકો પણ આ વર્ષે પાણી માટે વલખા મારી રહ્યા છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા અમીરગઢ તાલુકાના ગામોમાં 2400 જેટલા હેડપમ્પ નાખવામાં આવ્યા છે.

જોકે ઉનાળાની શરૂઆતમાં જ મોટાભાગના હેડપમ્પ બંધ હાલતમાં હોવાથી આ વિસ્તારના લોકોને પીવાના પાણીની મોટી સમસ્યા ઉભી થઇ છે . અમીરગઢ વિસ્તારના ખારા ઉપલા ખારા ઉપલોબંધ જેવા ગામડાઓ જે રાજસ્થાન બોર્ડર પર આવેલા ગામડાઓ છે. 

આ ગામડાઓ માં પહેલા જે કૂવા બનાવવા માં આવ્યા હતા એ પણ પાણી ના તળ ઉંડા ઉતરતા હાલ કૂવા પણ કોરા ધાકોર થઈ ગયા છે.ત્યારે આ વિસ્તારમાં લોકો હવે જે કૂવા હતા એને ઊંડા કરવા માટે મથી રહ્યા છે.

કૂવા ઊંડા કરવાથી અંદરથી પાણી મળી રહે તે માટે તેઓ હાલ ખરા તાપ માં પણ આ વિસ્તારના લોકો કૂવા ઊંડા કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. તેમની મદદમાં મહિલાઓ પણ  આ ખરા તાપમાં કૂવા ને ઊંડા કરવામાં પોતાના બાળકો સાથે મહેનત કરી રહી છે.

આ વિસ્તાર ડુંગરાળ હોવાથી કૂવા ખોદવામાં મોટી તકલીફ પડી રહી છે. જમીનમાં છેક નીચે સુધી માત્ર પથ્થર જ જોવા મળી રહ્યા છે.જેના કારણે ખોદવામાં વધારે મુશ્કેલી થાય છે .અને દિવસ દરમ્યાન માત્ર 2 ફૂટ જેટલું જ ખોદી શકાય છે.ત્યારે કહી શકાય કે પાણી મેળવવા માટે કૂવા તો ખોદી રહ્યા છે પરંતુ આ કૂવા ને ઊંડા કરવામાં હજુ ઘણા દિવસો સુધી મહેનત કરવી પડશે તેવું લાગી રહ્યું છે.

બનાસકાંઠાની રાજસ્થાન બોર્ડર પર આવેલા અમીરગઢ તાલુકાના ખારા ઉપલા ખારા ઉપલાબંધ જેવા આ ગામડાઓમાં  પાણીની સમસ્યામા આ વર્ષે વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે વરસાદ નહિવત થતાં આ વિસ્તરમાં કૂવાઓ પાણી ખલાસ થઈ જવા પામ્યું છે. 

આ વિસ્તારમાં કૂવા બનાવવામા આવ્યા હતા તે કૂવામાથી પાણી લઈ આ લોકો ખેતી તેમજ પશુપાલન કરી જીવન નિર્વાહ ચલાવી રહ્યા હતા.પરંતુ આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ કૂવાઓ પાણી ખૂટી ગયું છે અને લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. ત્યારે હવે આ લોકો એ હવે જાત મહેનત જિંદાબાદ નિર્ણય કરી પોતાના કૂવાઓ ને ઊંડા કરી પાણી મેળવવાં નો પ્રયત્ન કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં સરકાર દ્વારા બનાવેલા ચેક ડેમ હાલ પાણી વિના સુક્કા ભઠ્ઠ નજરે પડી રહ્યા છે. જે નહેર પણ બનાવવામાં આવી હતી તે પણ કોરી ધાકોર જોવા મળી રહી છે. ખારા ગ્રામ પંચાયત આગળ આવેલો હેળપંપ પણ બંધ હાલત મ જોવા મળી રહ્યો છે. ઉપલા ખારા ગામે બનાવેલ પાણી નીનપરબ પર તાળા લગાવેલ જોવા મળી રહ્યા છે. 

ગામમાં આપવામાં આવતું પાણી જેની પલાસ્તિક ની ટાંકી પણ પાણી વિના જોવા મળી રહી છે. ગામ પંચાયત દ્વારા જે  બોર બનાવ્યો હતો. તે પણ હાલ બંધ હાલત માં  જોવા મળી રહ્યો છે. ત્યારે કહી શકાય કે જે રીતે આ વિસ્તારમાં પાણી વિના લોકો ટળવળી રહ્યા છે તે બહુ દુ:ખદાયક છે.

ત્યારે આ પાણીની તંગીને લઇ તંત્ર દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અમીરગઢ ટીડીઓ એ જણાવ્યું હતું કે હાલ અમીરગઢ તાલુકામાં 69 ગામો છે. ટેન્કર દ્વારા પાણી 14 ગામોમાં  આપી રહ્યા છીએ. તેમજ હજુ જે રીતે વધી માંગણીઓ આવી રહી છે. તેમ વધુ ટેન્કર પાણી આપવામાં આવશે.

પાણી પુરવઠા વિભાગ દ્વારા 62 નવા હેડ પંપ બનાવવામાં આવ્યા છે. લોકો કૂવા બનાવે છે તેમાં પાણી મળી રહે છે. સરકાર દ્વારા પણ કૂવા બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા તો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પરંતુ કૂવા ખોદવામાં પથ્થર હોવાથી લોકો ને કૂવો ખોદવામાં ભારે મુશ્કેલી પડી રહી છે ત્યારે લોકોની માંગ છે કે સરકાર દ્વારા કૂવા ખોદવામાં મદદ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Water Shortage ગુજરાતી ન્યૂઝ special
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ