બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Water problem: Soldiers start water distribution in Navagam of Morvahadaf in Panchmahal district

જય જવાન / સેવાનું બીજું નામ એટલે આપણા સૈનિકો, પંચમહાલના આ ગામમાં જવાનોએ જળ માટે શરૂ કરી અનોખી પહેલ

Vishnu

Last Updated: 12:20 AM, 13 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંચમહાલના મોરવાહડફમાં સૈનિકો આવ્યા ગ્રામજનોની વહારે, સૈનિક સંગઠને શરૂ કર્યા પાણીના ટેન્કર

  • દેશના સૈનિકોનું જનતા માટે સાહસ
  • ટેન્કર થકી ગ્રામજનોને પાણીનું વિતરણ
  • ગ્રામજનો માની રહ્યા છે જવાનોનો આભાર
  • હર નળ જળ યોજના શરૂ કરવા માગ

દેશની સરહદો તો સૈનિકોના કારણે સુરક્ષિત છે જ પણ પંચમહાલના મોરવાહડફમાં પાણીનું સંકટ ઉભું થતાં જ સૈનિકોએ એક સંગઠન બનાવ્યું.અને સ્વખર્ચે લોકો સુધી પીવાનું પાણી પહોંચાડવા ઝુંબેશ ઉપાડી.  સૈનિકો દ્વારા કરવામાં આવી રહેલા આ કાર્યને સ્થાનિકો બિરદાવી રહ્યા છે

માતૃભૂમિની રક્ષા સાથે ગ્રામજનોની મદદ 
દેશની રક્ષા માટે સતત ખડેપગે રહેતા સૈનિકો પોતાની માતૃભૂમિની રક્ષા તો કરે જ છે.પણ આ જવાનો હવે ગ્રામજનોની મદદે આવ્યા છે.પંચમહાલ જિલ્લાના મોરવાહડફના નવાગામમાં પાણીની વિકટ સમસ્યા હતી.તેવામાં એક મહિલા સહિત 15 જવાનો ગ્રામજનોની વહારે આવ્યા છે.આ જવાનો BSF, પેરા મિલિટ્રી ફોર્સમાં ફરજ બજાવી રહ્યા છે.અને કેટલાક નિવૃત પણ છે.જવાનોએ સ્વ ખર્ચે ટેન્કર મારફતે ચોમાસા સુધી પાણી પહોંચાડવાનું શરૂ કર્યું છે.  

જવાનોએ શરૂ કર્યું પાણીનું વિતરણ 
પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના છેવાડે આવેલા મોરવા હડફના નવાગામની ભૌગોલિક સ્થિતિ ડુંગરાળ છે.ગામના ટાંડી અને હાર ફળિયામાં હેન્ડપંપ, બોર અને કૂવાની સુવિધા કરવામાં આવી છે. જોકે ઉનાળો શરૂ થતાં જ ભૂગર્ભજળ નીચું જતું રહેતા પાણી નથી મળી રહ્યું.મોરવાહડફમાં પાનમ ડેમ આધારિત કરોડોના ખર્ચે હારેડા જૂથ પાણી પુરવઠા યોજના શરૂ કરાઈ છે. જેના અંતર્ગત શાળા પાસે મોટી ટાંકાં પણ બનાવાઈ છે. પણ ગ્રામજનો માટે આ ટાંકાં શોભાના ગાંઠિયા સમાન છે. કૂવાના તળિયા દેખાઈ રહ્યા છે. હેન્ડપંપમાં પાણી નથી આવતું.તે સમયે દેશની રક્ષા કરતા જવાનો લોકોની વહારે આવ્યા.      

પાણીનું સંકટ.સૈનિકો આવ્યા વહારે 
સૈનિકો દ્વારા લોકો સુધી પાણી પહોંચાડવા માટે ટેન્કર શરૂ કરાયા.જેમાં કયા ફળિયામાં ક્યારે પાણી આપવાનું તેનો સમય નક્કી કરાયો.જેથી લોકોને સમયસર પાણી મળી રહે.ટેન્કરથી પાણી પહોંચાડવાનો તમામ ખર્ચ સૈનિક સંગઠન ઉપાડી રહ્યું છે.સૈનિકો આ ભગીરથ કાર્યમાં જોડાઈને સ્વૈચિ્છક સેવા આપી રહ્યા છે..જે સૈનિકોની વતન પ્રત્યેની લાગણી દર્શાવે છે. વર્ષોથી ઉનાળા સમયે પાણીની તંગી સર્જાય છે. ત્યારે સરકારની નળથી જળ જેવી મહત્વકાંક્ષી યોજનાની કે હારેડા જૂથ પાણી પુરવઠા યોજનાની કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવે તે જરૂરી જણાઈ રહ્યું છે.   

સંકળાયેલા મુદ્દાઓ

Morvahadaf Navagam Panchmahal Water Problem soldiers water distribution જવાનો ટેન્કર નવાગામ પંચમહાલ પાણી પાણીનો પોકાર મોરવાહડફ વિતરણ સમસ્યા સૈનિકો Water problem
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ