બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Water problem in Poshina town in Sabarkantha district
vtvAdmin
Last Updated: 11:52 PM, 21 May 2019
સાબરકાંઠા જીલ્લાનાં છેવાડાનાં ગામોમાં હવે પાણીની તંગી વિકટ થતી જાય છે. આદિવાસી લોકો દિવસ આખો પાણી માટે પરસેવો પાડે છે. તો મહિલાઓ 15 ફૂટ ઊંડા ખાડાઓમાં જીવને જોખમે ઉતરે છે. તો અહીં જોઈએ પોશીના તાલુકાની વાસ્તવિક સ્થિતિ પર એક વિશેષ અહેવાલ.
ADVERTISEMENT
સુકી ભઠ્ઠ સાબરમતી નદી. જ્યાં જુઓ ત્યાં કાળમીંઢા પથ્થર. પાણી માટે નજરો દોડાવો તો મળે માત્ર મૃગજળ. હાં, સાબરકાંઠા જીલ્લાનો આ છે પોશીના વિસ્તાર. પાણી માટે અહીં નદીમાં 15 ફૂટ ઊંડા ખાડા કરાયાં છે અને એ પણ મજુરી કરીને કમાયેલા પૈસા ખર્ચીને. જીવનાં જોખમે ખાડામાં ઉતરવાનું અને એ કામ કરે માત્ર મહિલાઓ અને બાળકો. પીવાનું પાણી માંડ મળે. ન્હાવાનું તો અઠવાડિયે કે પંદર દિવસે એક વાર. પોતાને પીવાનું પાણી માંડ મળતું હોય ત્યાં ઢોરનું તો પૂછવું જ શું?
ADVERTISEMENT
અહીં નદી છે પણ પાણી નથી. વહીવટી તંત્ર છે. પણ પાણીની સુવિધા પૂરું પાડતું નથી. આખો દિવસ પાણીનાં ઝરણમાંથી માંડ ખાડો ભરાય અને એ પાણી માત્ર પીવા માટે જ ચાલે. ખાડામાં પડીને બેથી ત્રણ જણાએ પગ પણ ભાગ્યા છે. વળી, મહિલાઓની દશા સાવ દયનીય છે. મજુરી કામે જાય કે પાણી માટે રઝળપાટ કરે.
પાણી માટેની આટ-આટલી પળોજણ. આમ છતાં સાબરકાંઠાનાં પ્રભારી પરબતભાઈ પટેલ કહે છે કે સાબરકાંઠા જીલ્લામાં પાણીની તંગી જ નથી. કદાચ તેઓ પોશીના તાલુકાની જનતાને સાબરકાંઠામાં ગણતા જ નહીં હોય. નહીંતર આ રીતે આ અભણ આદિવાસીઓને પાણી માટે દર-દર ભટકવું ના પડે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.