પાટણ / નર્મદા કેનાલમાં ગાબડું, હજારો લીટર પાણી વેડફાવાની સાથે ઉભા પાકને થયું નુકસાન

પાટણની નર્મદા કેનાલોમાં પણ ગાબડાં પડવાનો સીલસીલો યથાવત છે. ભાટસરથી પસાર થતી સુરપુરા માઇનોર કેનાલમાં ગાબડું પડતાં હજારો લીટર પાણી વેડફાયું છે. કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતાં એરંડાના ઉભા પાકને મોટા નુકસાનની ભીતિ છે. ખેડૂતોનો આરોપ છે કે, નબળી કામગીરીને લઈને કેનાલમાં વારંવાર ગાબડાં પડી રહ્યા છે. સાથે જ ખેડૂતોએ કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહીની પણ માગણી કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ