બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / water logging and traffic jam in various area of Ahmedabad after rain

હાલાકી / એક ઈંચ વરસાદમાં અમદાવાદમાં તંત્રના આંટા આવી ગયા, ઠેર-ઠેર ચક્કાજામ-પોલીસને અપાયા મોટા આદેશ

Khyati

Last Updated: 12:14 PM, 14 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં સવારે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા વાહનોના પૈડાં થંભી ગયા. ઠેર ઠેર પાણી ભરાવાને લીધે સર્જાયા ટ્રાફિક જામના દ્રશ્યો

  • 20મિનિટના વરસાદમાં અમદાવાદ થયુ પાણીપાણી
  • ઠેર ઠેર  પાણી ભરાતા સર્જાયો ટ્રાફિકજામ 
  • વાહનચાલકોએ ભારે હાલાકી 

અમદાવાદમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ થોડા જ સમય માટે એવી ધમાકેદાર એન્ટ્રી કરી કે આખુ શહેર થંભી ગયું. જી હા આજે સવારે અમદાવાદમાં વરસાદ થતા ઠેર ઠેર પાણી ભરાયા છે.  સવારે વરસેલા વરસાદની વાત કરીએ તો ચાંદખેડા અને ચાંદલોડિયામાં સૌથી વધુ 2.25 ઈંચ,   ગોતા, સાયન્સસીટી અને ઉસ્માનપુરમાં 2 ઈંચ,   જોધપુરમાં 0.75 ઈંચ વિરાટનગરમાં 1.75 ઈંચ વરસાદ વરસ્યો. જ્યારે  ઓઢવ, બોડકદેવ અને દુધેશ્વર માં  1.5 ઈંચ,  મણિનગર,મેમકો અને રાણીપમાં 1.25 ઈંચ,  કોતરપુર,સરખેજ અને ટાગોર કંટ્રોલમાં 1 ઈંચ વરસાદ તથા   મ્યુનિ.કોર્પોરેશન,નિકોલ, નરોડા અને કઠવાડામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો. ત્યારે વરસાદ બાદ અમદાવાદની કેવી સ્થિતિ છે આવો જાણીએ..

પોલીસ કમિશનરનો સ્ટેન્ડ ટુ રહેવા આદેશ 

અમદાવાદમાં મેઘરાજા મહેરબાન થતા પાણી ભરાવાથી ઠેર ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે. જેને લઇને  શહેર પોલીસ કમિશનર દ્વારા ડીસીપી કંટ્રોલને મેસજ કરવામાં આવ્યો. તમામ PI, ACP, DCP, ટ્રાફિક પોલીસને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ આપવામાં આવ્યો છે. વરસાદમાં પડતી હાલાકીમાં લોકોને મદદરૂપ થવા સૂચના અપાઇ છે. ટ્રાફિકની સમસ્યા સર્જાય નહિ તેનું પણ ખાસ ધ્યાન રાખવા આદેશ કરાયો છે. AMC સાથે સંકલન સાધીને સહાયની કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. પરંતુ વરસાદ પડે અને પાણી ભરાય નહી, કે ટ્રાફિક જામ થયા નહીં તેવુ તો બને જ નહી..

GMDC મેદાન બન્યુ તળાવ

અમદાવાદના GMDC મેદાનમાં ભરાયા વરસાદી પાણી ભરાતા તળાવ જેવા દ્રશ્યો સર્જાયા.  અમદાવાદનુ સૌથી મોટુ મેદાન તળાવમાં ફેરવાઇ ગયુ. ભારે વરસાદને લીધે અહીં કાયમ પાણી ભરાઇ જવાની સમસ્યા જોવા મળે છે. 

નારણપુરામાં ભરાયા પાણી 

અમદાવાદના નારણપુરા વિસ્તારની વાત કરીએ તો અહીં વરસાદી પાણી ભરાતા રોડ પર વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે. એક તો વળી ઓફિસનો સમય અને તેમાં પણ આવો ચક્કજામ થતા વાહનચાલકો પરેશાન થયા છે. એઇસી ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકોએ મૂંઝાયા હતા.મહત્વનું છે કે આ એવો વિસ્તાર છે જ્યાં થોડા વરસાદમાં પણ પાણી ભરાઇ જાય છે.  

શિવરંજની બ્રિજ નીચે પાણી ભરાયા

તો આ તરફ  શિવરંજની બ્રિજ નીચે ભરાયા વરસાદી પાણી ભરાયા. શહેરમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે પાણી ભરાઇ જવા પામ્યા છે.  થોડા વરસાદમાં પણ ઠેર ઠેર પાણી ભરાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.  સ્થાનિકો અને દુકાનદારો દ્વારા તંત્રને આ અંગે રજૂઆત પણ કરવામાં આવી પરંતુ તંત્ર દ્વારા કોઇ નિકાલ લાવવામાં ન આવતા હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. 

ન્યૂ રાણીપમાં ટ્રાફિકજામ

અમદાવાદમાં થયેલા અંદાજે 1 ઈંચ વરસાદથી ન્યૂ રાણીપમાં ટ્રાફિકજામ થયો.. જેને કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ન્યૂ રાણીપમાં વરસાદને કારણે વાહનોની લાંબી કતારનો વીડિયો વાયરલ થયો છે. જેથી ટ્રાફિક JCBએ અધિકારીઓને તાત્કાલિક અસરથી ટ્રાફિક દૂર કરવા આદેશ આપ્યો છે.

સરસપુરમાં કેમિકલ વાળુ પાણી ભળ્યુ વરસાદી પાણીમાં 

તો આ તરફ વરસાદનો લાભ લઇને સરસપુરમાં કાપડની મિલમાંથી કોઇએ  કેમિકલ વાળુ પાણી છોડી દીધુ. વરસાદી પાણી સાથે કેમિકલ વાળુ પાણી ભળતા સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. ઘૂંટણસમા પાણી ભરાતા લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.  આવુ પાણી લોકોના આરોગ્ય માટે હાનિકારક બની શકે છે તેમ છતાં સ્થાનિકો આવા પાણીમાં પસાર થવા મજબૂર બન્યા હતા. 

બોપલમાં ઘૂંટણસમા પાણી

20 મિનિટના વરસાદમાં તો બપોલ આખુ પાણી પાણી થઇ ગયું. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા. રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા. સ્ટર્લિંગ રોડ પર પાણી ભરાતા વાહનચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
 
 

વેજલપુરમાં ભરાયા પાણી

20જ મિનિટમાં વરસાદમાં તો અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ. વેજલપુરનો શ્રીનંદનગર વિસ્તાર તો પાણીમાં ગરકાવ થયો. સોસાયટીઓમાં પાણી ભરાઇ જવા પામ્યા. સરેરાશ એક ઇંચ વરસાદમાં તો અમદાવાદ પાણી પાણી થઇ ગયું,. 
 

સંકળાયેલા મુદ્દાઓ

અમદાવાદ વરસાદ એક ઇંચ વરસાદ ટ્રાફિક જામ તંત્રની પોલ ખૂલી વરસાદી પાણી ભરાયા Ahmedabad Rainfall
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ