ઉ. ગુજરાતના જીવાદોરી સમાન ધરોઇ ડેમ તળિયા ઝાટક થવાની તૈયારીમાં, તંત્ર થયું સાબદું

By : krupamehta 11:35 AM, 11 March 2018 | Updated : 11:35 AM, 11 March 2018
મહેસાણા: ઉ. ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન ધરોઇ ડેમમાં ઉનાળો આવતા જળસપાટી ઘટવા લાગી છે. આ ઘટતી જળસપાટીથી ઉત્તર ગુજરાતના ખેડૂતો સહિત અમદાવાદ શહેર સુધી તેની અસર પડી શકે છે. 

ઉલ્લેખનીય છે કે છેલ્લા છ વર્ષમાં  સૌથી નીચી સપાટી ડેમમાં નોંધાઇ છે. હાલમાં ધરોઇ ડેમમાં 8538 MCFT જેટલો પાણીનો જથ્થો સમાયેલો છે. જેમાં  મહેસાણા, પાટણ અને બનાસકાંઠાને જુલાઇ અંત સુધીમાં પ્રતિદિન 35  MCFT પાણીનો વપરાશ થવાનો તંત્રએ એકશન પ્લાન તૈયાર કર્યો છે. 

જુલાઇ માસના અંતે ડેમમાં 1400 MCFT ડેડસ્ટોક, 988 એમસીએફટી પાણીનો જથ્થો બચશે અને ડેમનું જળસ્તર 596.32 ફૂટે પહોંચી ગયું છે. એટલે હવે 15 માર્ચથી ડેમમાંથી  સિંચાઇ માટે અપાતુ પાણી બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે.Recent Story

Popular Story