Water kept in a copper vessel can do not only benefit but also harm pay special attention to these things
તમારા કામનું /
ફાયદો જ નહીં નુકસાન પણ કરી શકે છે તાંબાના વાસણમાં ભરેલું પાણી, આ વાતોનું રાખો ખાસ ધ્યાન
Team VTV02:37 PM, 06 Dec 22
| Updated: 02:38 PM, 06 Dec 22
તાંબાના પાણીને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ જો તેનું યોગ્ય રીતે સેવન ન કરવામાં આવે તો તે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.
તાંબાનું પાણી સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક
પરંતુ આ વસ્તુઓનું રાખો ખાસ ધ્યાન
નહીં તો ફાયદાની જગ્યા પર કરી શકે છે નુકસાન
તાંબાનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પાણીને શુદ્ધ કરવાની શક્તિ છે. ઘણા લોકો વોટર પ્યુરીફાયરને બદલે તાંબાના વાસણમાં ભરેલું પાણી પીવાનું પસંદ કરે છે. તાંબાના પાણીમાં વાત અને પિત્તને સંતુલિત કરવાના ગુણ હોય છે.
તાંબાનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ તેને પીતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. નહીં તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આવો જાણીએ તાંબાનું પાણી પીતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
જમીન પર ન મુકો
ઘણા લોકો સૂતા પહેલા તાંબાના વાસણને જમીન પર રાખે છે અને સવારે ઉઠ્યા પછી તેનું પાણી પીવે છે, પરંતુ આવું કરવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. તાંબાના વાસણમાં ભરેલું પાણી જમીન પર ન રાખવું જોઈએ. તેને લાકડાના ટેબલ પર રાખવું જોઈએ, નહીં તો તે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
એસિડિટીમાં હાનિકારક
તાંબાનું પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ એસિડિટીના દર્દીઓને તાંબાનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. આ પાણીની તાસીર ગરમ હોય છે જે એસિડિટીના દર્દીઓને નુકસાન પહોંચાડે છે.
સવારે ખાલી પેટ પીવો
તાંબાનું પાણી સવારે ખાલી પેટ પીવું જોઈએ. ખાધા પછી તાંબાના વાસણમાં મુકેલું પાણી પીવાથી નુકસાન થઈ શકે છે. ખાલી પેટે તાંબાનું પાણી પીવાથી પાચનક્રિયામાં ફાયદો થાય છે, જ્યારે જમ્યા પછી તેને પીવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
તાંબાના વાસણમાં પાણી આટલા સમય સુધી રાખવું છે જરૂરી
જો તમે આ પાણીને પીને તમારું સ્વાસ્થ્ય સુધારવા માંગતા હોવ તો તાંબાના વાસણમાં ઓછામાં ઓછા 8 કલાક પાણી રાખવું જોઈએ. તમે તાંબાના વાસણમાં 48 કલાક પાણી સ્ટોર કરી શકો છો. તાંબાના વાસણમાં લાંબા સમય સુધી રાખવા છતાં પણ પાણીની શુદ્ધતા જળવાઈ રહે છે.