બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / water kept in a copper vessel benefits study

તમારા કામનું / તાંબાના વાસણમાં ભરેલું પાણી પીવાના છે અઢળક ફાયદાઓ, સ્ટડીમાં જાણવા મળ્યું આ રોગો સામે મળે છે રક્ષણ

Arohi

Last Updated: 02:22 PM, 28 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કહેવાય છે કે તાંબાના વાસણમાં ભરેલું પાણી પીવાથી હૃદય અને કિડનીની તમામ સમસ્યાઓ દૂર રહે છે. આવો જાણીએ શું કહે છે સ્ટડી?

  • તાંબાના વાસણમાં ભરેલું પાણી પીવાના છે ફાયદા 
  • પાણીને 24 કલાક સુધી ભરીને રાખો પછી પીવો
  • પહેલાના લોકો પણ આપતા હતા આ પાણી પીવાની સલાહ 

એક સમય હતો જ્યારે પીવાનું પાણી તાંબાના ઘડા, વાસણો અને લોટામાં ભરીને રાખવામાં આવતું હતું. આ ચલણ હજુ પણ ગામડાઓમાં ક્યાંક જોવા મળે છે, પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓમાં આપણે તાંબાને ભૂલી જવા લાગ્યા. પહેલા લોકો તાંબાના વાસણમાં આખી રાત પાણી ભરીને બીજા દિવસે પીતા હતા. 

તમે ઘણી વખત વડીલો પાસેથી સાંભળ્યું હશે કે તાંબાના વાસણમાં ભરીને રાખેલું પાણી હૃદય, કિડની અને આંખો માટે શ્રેષ્ઠ છે, તેની વૃદ્ધત્વ વિરોધી અસર પણ છે જે તમને યુવાન રાખે છે. આટલું જ નહીં એવું માનવામાં આવે છે કે તાંબાના વાસણમાં રાખેલું પાણી જાતે જ સ્વચ્છ થઈ જાય છે. હવે સવાલ એ થાય છે કે શું તાંબાનું પાણી ખરેખર એટલું અસરકારક છે?

તાંબાના વાસણમાં ભરીને રાખેલું પાણી કેટલું અસરકારક છે?
જ્યારે સાયન્ટિસ્ટ અને હર્બલ મેડિસિન એક્સપર્ટ દીપક આચાર્ય સાથે આ વિશે વાત કરવામાં આવી તો તેમણે 'ઓલિગોડાયનેમિક ઈફેક્ટ' વિશે જણાવ્યું. એટલે કે જો પાણીને તાંબાના વાસણમાં લાંબા સમય સુધી રાખવામાં આવે તો તેની અસરથી પાણીમાં તાંબાના આયન્સ ઉતરી જાય છે. 

કોપર આયન્સ સુક્ષ્મસજીવોને મારી નાખવામાં સક્ષમ છે. ખાસ કરીને પાણીમાં રહેલા બેક્ટેરિયા. ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદ એન્ડ ઇન્ટિગ્રેટિવ મેડિસિન (FRLHT, બેંગ્લોર) ના વૈજ્ઞાનિકો (પ્રીતિ સુધા અને અન્ય) એ 2012 માં જર્નલ ઑફ હેલ્થ ન્યુટ્રિશન એન્ડ પોપ્યુલેશનમાં એક અભ્યાસ પ્રકાશિત કર્યો હતો. 

આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે તાંબાના વાસણમાં 16 કલાક પાણી રાખવાથી ડાયેરીયા માટે જવાબદાર બેક્ટેરિયા જેવા કે વિબ્રિયો કોલેરી, શિજેલા ફ્લેક્સનેરી, ઈ.કોલાઈ, સાલ્મોનેલા એન્ટેરિકા ટાયફી, સાલ્મોનેલા પેરાટાયફી મરી જાય છે. 

જીવલેણ સુક્ષ્મજીવોને મારી નાખવામાં સક્ષમ 
અન્ય એક રસપ્રદ અભ્યાસનો ઉલ્લેખ કરતા દીપક આચાર્યએ જણાવ્યું કે વૈજ્ઞાનિક રીતિ શરણ અને તેમના સાથીઓએ 2011માં 'BMC જર્નલ ઑફ ઈન્ફેક્શન ડિસીઝ'માં લેબ સ્ટડી દ્વારા જણાવ્યું હતું કે તાંબાના વાસણમાં ઓછામાં ઓછા 24 કલાક સુધી પાણી ભરી રાખવાથી સાલ્મોનેલા ટાઈફી, સાલ્મોનેલા ટાઈફીમરિયમ અને વિબ્રિઓ કોલેરા બેઅસર થઈ જાય છે. કુલ મળીને એવાતના પુરાવા છે કે તાંબાના વાસણમાં ઓછામાં ઓછા 24 કલાક રાખવામાં આવેલું પાણી ઘણા ઘાતક સૂક્ષ્મજીવોને મારી નાખવામાં સક્ષમ છે.

જો અન્ય ઘણા દાવાઓ પર અભ્યાસ કરવામાં આવે તો નવી ઝનરેશનને તો વિશ્વાસ પણ નહીં આવે. આજે પણ ઘણા વડીલો તાંબાના પાણીને લઈને અનેક દાવા કરે છે, બધા જ દાવા સાચા છે, એવું કહેવું ખોટું  છે પરંતુ બધા દાવાઓને ફગાવી દેવા એ પણ મૂર્ખામી છે.

તમે પણ પીવો તાંબાના વાસણમાં મુકેલુ પાણી 
ઘરમાં પીવાનું પાણી રાખવા માટે તમારે તાંબાના વાસણો પણ રાખવા જોઈએ. તાંબાના વાસણમાં ઓછામાં ઓછા 24 કલાક પાણી રાખો અને પછી તેને પીવો, પાણી કુદરતી રીતે શુદ્ધ થશે, પાણીજન્ય રોગો નિયંત્રણમાં આવશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

Copper Vessel Water study તાંબાના વાસણો copper vessel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ