બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / Water harvesting Campaign by Navsari MP C. R. Patil in Gujarat
vtvAdmin
Last Updated: 09:48 PM, 25 June 2019
ADVERTISEMENT
દિવસે ને દિવસે પાણીની સમસ્યા વિકરાળ થતી જાય છે. ભૂગર્ભજળનાં સ્તર ચિંતાજનક હદે ઊંડા ઊતરી રહ્યાં છે. ત્યારે આ દિશામાં માત્ર સરકારે જ નહીં નાગરિકોએ પણ વિચારવાની ફરજ પડી છે. એટલે જ તો જળસંગ્રહ માટે વડાપ્રધાને કરેલી અપીલને નવસારીનાં સાંસદે જમીન પર આકાર આપવાનું કામ ઊપાડી લીધું છે. તેમણે પોતાનાં સંસદીય મત વિસ્તારમાં સાત હજારથી વધારે રહેણાંક વિસ્તારમાં વોટર હાર્વેસ્ટિંગ (Water harvesting) નું અભિયાન ઉપાડયું છે. તો આ ભગીરથ કામગીમાં કેવી છે લોકભાગીદારી જોઈએ આ અહેવાલમાં.
છેલ્લાં ઘણાં વર્ષોથી વૈશ્વિક તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. તેનાં કારણે એક તરફ પૃથ્વી પર પાણીનો વપરાશ વધી રહ્યો છે તો બીજી તરફ ભૂગર્ભ જળસ્તર સતત નીચા ઊતરી રહ્યાં છે અને તેમાં પણ પાછું ઘણાં વર્ષોથી ચોમાસું અનિયમિત બન્યું છે તેનાં કારણે પૃથ્વી પર પાણીની સમસ્યા વિકરાળ બનતી જઈ જાય છે. ઉનાળામાં માત્ર ગામડાઓની જ નહીં શહેરોમાં પણ પાણીની ગંભીર કટોકટી દિવસેને દિવસે ઊભી થઈ રહી છે.
ADVERTISEMENT
આ તેનું જ કારણ છે કે તાપી કિનારે વસેલા સુરત શહેરના લોકોએ ભૂતકાળમાં ક્યારેય ન જોઈ હોય તેવી પાણીની કટોકટીનો આ વર્ષે સામનો કરવો પડયો હતો. જેને નગરવાસીઓ ભૂલી શક્યા નથી. પરંતુ હવે સરકાર અને લોકોમાં થોડી જાગૃતિ જોવા મળી રહી છે. શાસન સંભાળતાં જ પ્રધાનમંત્રી મોદીએ સમગ્ર દેશને પાણીની તંગીથી મુક્તિ અપાવવા જળસંગ્રહ પર ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીએ વોટર હાર્વેસ્ટિંગ દ્વારા જળસ્તર ઊંચા લાવવા લોકભાગીદારીની અપેક્ષા વ્યક્ત કરી હતી. જેને નવસારીના સાંસદે વધાવી લીધી છે. સાંસદ સીઆર પાટીલે પોતાના સંસદીય મતવિસ્તારની રહેણાંક સોસાયટીઓમાં વોટર હાર્વેસ્ટિંગ માટે કામગીરી શરૂ કરી દીધી છે. વોટર હાર્વેસ્ટિંગ માટે ગ્રાઉન્ડ લેવલે સ્ટ્રક્ચર ઊભું કરીને ટેરેસ પરનાં વરસાદી પાણીને બોરવેલ દ્વારા ભૂગર્ભમાં ઉતારવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. તેમને આશા છે કે આ વોટર હાર્વેસ્ટિંગ અભિયાન દ્વારા પાણીની સમસ્યામાંથી મુક્તિ મળશે.
વરસાદી પાણીનો સંચય કરવા અથવાતો તેને ભૂગર્ભમાં ઊતારવા માટે ઘણો ખર્ચ કરવો પડે તેવી લોકોમાં ખોટી માન્યતા હોય છે. હકીકતમાં શહેરોમાં એપાર્ટમેન્ટ કે હાઇરાઈઝ બિલ્ડીંગમાં ટેરેસ ઉપર કે કેમ્પસમાં ભરાતા પાણીના નિકાલ માટે વ્યવસ્થા હોય જ છે, તેનો જ ઉપયોગ કરી એ પાણી ને જે તે એપાર્ટમેન્ટનાં બોરવેલમાં જોડી દેવામાં આવે છે, સૌ પ્રથમ ટેરેસ પરના પાણી નિકાલનાં પાઈપને પાંચ બાય પાંચ ફૂટ ના ખાડામાં હોલ કરેલા એક ડ્રમ સાથે જોડી દેવામાં આવે છે.
આ ડ્રમમાં આવતા પાણીને પાઈપ દ્વારા બોરવેલ સુધી પહોંચાડવામાં આવે છે. આ રીતે ખૂબ સરળતાથી જળસંચય એટલેકે વોટર હાર્વેસ્ટિગની કામગીરી કરી શકાય છે. એને તેનાથી જળસ્તર ઊંચા આવવાની પૂરી શક્યતા છે. જેનો ખર્ચ અંદાજે પાંચથી સાત હજાર જેટલો જ થાય છે. જેમાં સોસાયટીનાં રહીશોએ કોઈ ખર્ચ કરવાનો હોતો નથી. આ રકમ જે તે નગર પાલિકા દ્વારા પ્રોત્સાહ રકમ તરીકે ફાળવવામાં આવે છે. બસ જરૂર છે માત્ર નાગરિકોની ઉત્સાહભેર ભાગીદારીની.
પ્રધાનમંત્રીની વોટર હાર્વેસ્ટિંગની પહેલને નવસારીનાં સાંસદ સીઆર પાટીલે આવકારીને પોતાના સંસદીય મતવિસ્તારમાં કામગીરી શરૂ કરી દીધી છે. જેમાં લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલે પણ લોકોમાં વોટર હાર્વેસ્ટિંગ બાબતે જાગૃતિ લાવવા પ્રયાસ કર્યા હતાં. તેમણે લીંબાયતનાં ગોડાદરા વિસ્તારમાં આવેલા લો રાઈઝ એપાર્ટમેન્ટ અને સોસાયટીઓ તેમજ અનેક ગામોમાં જળસંચયની કામગીરી શરૂ કરાવી છે.
તેમણે મતવિસ્તારમાં નાગરિકોને વૃક્ષારોપણ કરાવીને ગ્લોબલ વોર્મિંગ અને જળઅછતની સમસ્યા સામે કવચ પૂરું પાડવા પ્રયાસ શરૂ કર્યો છે. તંત્ર અને શાસનની પહેલથી જળસમસ્યાને નાથવાના આ પ્રયાસોમાં લોકોએ અભૂતપૂર્વ રસ દાખવ્યો છે. દર વર્ષે આકાશમાંથી કરોડો ગેલન પાણી વરસે છે. અને તે રોડ પરથી સ્ટોર્મ વોટર ડ્રેનેજમાં વહી જાય છે. ત્યારે વોટર હાર્વેસ્ટિંગ દ્વારા જળસંગ્રહનો આ પ્રયાસ માત્ર મર્યાદિત વિસ્તારો પૂરતો સીમિત રહી ન જતા. સમગ્ર રાજ્યમાં તે ઝુંબેશરૂપે શરૂ થાય તો તેના મીઠા ફળ નજીકના ભવિષ્યમાં જ મળી શકશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT