બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / water flow in vrajvihar apartment basement due to breaking the lake shift in Prahladnagar
Dhruv
Last Updated: 09:20 AM, 11 July 2022
ADVERTISEMENT
અમદાવાદમાં મોડી રાત્રે વરસેલા ધોધમાર વરસાદના કારણે આખું શહેર પાણી-પાણી થઇ ગયું છે. શહેરના અનેક વિસ્તારોમાં સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે તો રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઇ જતા વાહનચાલકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. એવામાં શહેરના પ્રહલાદનગર રોડ પર ઔડાના તળાવની પાળી તૂટતા તળાવના પાણી વ્રજવિહાર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ફરી વળ્યા છે.
ADVERTISEMENT
બેઝમેન્ટમાં મૂકેલા વાહનો બેઝમેન્ટના પાણીમાં ગરકાવ
બેઝમેન્ટમાં મૂકેલા વાહનો બેઝમેન્ટના પાણીમાં ગરકાવ થઇ ગયા છે. એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાર્ક કરેલા વાહનો પર તળાવના પાણી ફરી વળતા બેઝમેન્ટ જાણે કે દરિયો થઇ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.
નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા
અમદાવાદમાં આખી રાત વરસેલા મુશળધાર વરસાદના કારણે શહેરના રોડ-રસ્તાઓ પર પાણી ભરાઇ જતા વાહનચાલકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં તો લોકોના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા છે.
વાસણા બેરેજના 8 દરવાજા 4 ફૂટ ખોલી નાખવામાં આવ્યા
શહેરના વાસણા બેરેજના 8 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા હતા. 17, 18, 19, 20, 21, 22, 23 અને 24 નંબરના ગેટ ખોલી નાખવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે, શહેરની સાબરમતી નદીમાં 18 હજાર 904 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. અમદાવાદમાં મૂશળધાર વરસાદના કારણે શહેરના કેટલાંક વિસ્તારો તો જાણે કે દરિયો હોય તેવી સ્થિતિ થઇ ગઇ છે.
મુશળધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં
આખી રાત વરસેલા મુશળધાર વરસાદના કારણે અમદાવાદના નીચાણવાળા વિસ્તારોમાં સોસાયટીમાં પણ પાણી ભરાઇ જતા લોકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં પ્રહલાદનગર, શ્યામલ, જીવરાજ પાર્ક અને પાલડીમાં હજુ પણ પાણી ભરાયેલા છે.
તો બીજી બાજુ શહેરના નિકોલ, નરોડા, કૃષ્ણનગર, ઓઢવ, રખિયાલ, હાટકેશ્વર, ઈસનપુર અને અજીત મીલ વિસ્તારો જળમગ્ન થઇ ગયા છે. એ સિવાય શહેરના અન્ય વિસ્તારોમાં મણિનગર, જજીસ બંગલો, રાણીપ, મીઠાખળી, બોપલ, ઘુમા, ગોતા, ચાંદલોડિયાઅને પરિમલ અંડરપાસમાં પાણી ભરાઇ જતા વાહનચાલકોએ સવાર-સવારમાં નોકરીએ ફરી-ફરીને જવાના દહાડા આવ્યા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.