Monday, May 20, 2019

જળસંકટ / બાબુઓની બેદરકારી! કરોડોનાં ખર્ચે બનેલ બોરસદ દેગડિયા યોજના ખાડે જતાં પાણી વિના તરસ્યાં ગામો

બાબુઓની બેદરકારી! કરોડોનાં ખર્ચે બનેલ બોરસદ દેગડિયા યોજના ખાડે જતાં પાણી વિના તરસ્યાં ગામો

માંગરોળ, ઉમરપાડા અને માંડવી તાલુકાઓ હાલમાં પાણીને લઇને કપરી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યાં છે. આ ત્રણેય તાલુકામાં પાણીની માંગને પહોંચી વળવા માટે સરકાર દ્વારા 35 કરોડનાં ખર્ચે માંગરોળનાં રતોલા ગામ ખાતે બોરસદ દેગડિયા પાણી પુરવઠા જૂથ યોજના વર્ષ 2006માં શરૂ કરવામાં આવી હતી. યોજના ખૂબ જ સારી અને આશીર્વાદરૂપ હતી. માંગરોળનાં ૨૩, માંડવીનાં ૨૩ અને ઉમરપાડાનાં 2 ગામોને આ યોજના થકી પાણી પહોંચાડવાનું હતું પરંતુ આખરે કેટલાં ગામોને આ પાણી પહોચ્યું.

ઘણી વાર પાણી હોય છે પણ તેને પ્રજા સુધી પહોંચાડવાની દાનત સરકારી બાબુઓની હોતી નથી અને આ બેજવાબદારીને કારણે જ દક્ષિણ ગુજરાતનાં માંગરોળ, ઉમરપાડા અને માંડવીનાં 48 ગામો હાલાંકી ભોગવી રહ્યાં છે. કરોડોનાં ખર્ચે બનેલી બોરસદ દેગડિયા યોજના ખાડે જવાનાં કારણે પ્રજા છત્તે પાણીએ ટળવળે છે. એક તરફ રાજ્યમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. લોકો પાણી માટે રીતસરનાં વલખાં મારી રહ્યાં છે.

માંગરોળ, ઉમરપાડા અને માંડવી તાલુકાઓ હાલમાં પાણીને લઇને કપરી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યાં છે. આ ત્રણેય તાલુકામાં પાણીની માંગને પહોંચી વળવા માટે સરકાર દ્વારા 35 કરોડનાં ખર્ચે માંગરોળનાં રતોલા ગામ ખાતે બોરસદ દેગડિયા પાણી પુરવઠા જૂથ યોજના વર્ષ 2006માં શરૂ કરવામાં આવી હતી. યોજના ખૂબ જ સારી અને આશીર્વાદરૂપ હતી. માંગરોળનાં ૨૩, માંડવીનાં ૨૩ અને ઉમરપાડાનાં 2 ગામોને આ યોજના થકી પાણી પહોંચાડવાનું હતું પરંતુ આખરે કેટલાં ગામોને આ પાણી પહોચ્યું.

જો કે, આજુબાજુમાં વિસ્તારમાં પાણીનાં અખુટ સ્ત્રોત હોવા છતાં આ વિસ્તાર હંમેશાથી પાણી માટે ઝઝૂમી રહ્યો છે. 2006 પહેલાં પણ આ વિસ્તારનાં લોકોએ અનેક આંદોલનો કર્યા હતાં ત્યારે જઈને સરકાર દ્વારા 48 ગામોને મંજુર કરીને આ પ્રોજેક્ટ નાખવામાં આવ્યો હતો, પરંતુ પ્રોજેક્ટ નાખ્યા બાદ આવા સરકારી સાહસનું કોઈ બેલી હોતું નથી એમ આ પ્રોજેક્ટ પણ ભગવાન ભરોસે ચાલ્યો અને સંચાલન કોન્ટ્રાક્ટરને સોપી દેવાયું.

હાલમાં આ પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો 48 ગામો પૈકીનાં માંડ 12 જેટલાં ગામોને પાણી જેમ તેમ મળી રહ્યું છે. લાઈન નાખવામાં ભ્રષ્ટાચાર અને અધિકારીઓની આળસે સરકાર એટલે કે તમારા અને મારા 35 કરોડ વેડફી નાખ્યા. કેટલીક જગ્યાએ ખામીયુક્ત ડીઝાઇનને કારણે પાણી ના પહોચી શક્યું તો કેટલીક જગ્યાએ માંડ એકાદ વર્ષ અને ત્યાર બાદ લાઈનોમાં ભંગાણ, વીજળીની તકલીફને કારણે પ્રોજેક્ટ ખાડે જવાની અણીએ છે.

જો કે એકલા પ્લાન્ટની પરિસ્થિતિ ખરાબ નથી, 48 ગામ માટે બનાવેલા આ પ્લાન્ટને રોજ 9 એમ.એલ.ડી પાણીની જરૂરિયાત હોઈ કે જેને પહોંચી વળવા દેગડિયા ગામે મસમોટું તળાવ પણ બનાવવામાં આવ્યું છે. આ તળાવમાં વરસાદનાં પાણી સિવાય કાકરાપાર કેનાલમાંથી કેનાલ ચાલુ હોઈ ત્યારે જરૂરિયાતને પહોંચી વળવા પાણી ઠાલવવામાં આવે છે. શરૂઆતમાં તળાવનો રખરખાવ યોગ્ય હતો પણ સમય જતા હાલ આ તળાવમાં સ્થાનિકો દ્વારા કપડા પણ ધોવામાં આવે છે.

ઢોર ઢાંખર પણ આજ તળાવનો ઉપયોગ કરે છે તો લોકો દ્વારા શૌચક્રિયા પણ અહીંયા જ કરવામાં આવે છે. સ્થાનિકો એવી માંગ કરી રહ્યાં છે કે ફરીથી તળાવનાં ફરતે પહેલાંની જેમ ફેન્સિંગ કરીને તેને બંધ કરી દેવામાં આવે તેમજ જેની બેજવાબદારીનાં કારણે આ સમસ્યા સર્જાય છે તેની સામે પગલાં ભરી લોકોએ ઘર-ઘર પાણી પહોંચાડાય તેવો આશીર્વાદ સેવી રહ્યાં છે.

જો કે સમગ્ર બાબતે જે લોકોનાં કારણે આખી યોજના ખાડે જવાની અણી પર છે. તેવા સરકારનાં પૈસા પર ઓફીસમાં બેસીને વૈભવી જીવન જીવતા પાણી પુરવઠા વિભાગનાં અધિકારીઓ પહેલાં તો જવાબદારી લેવાને બદલે એકબીજા પર દોષારોપણ કરતા નજરે પડ્યાં પરંતુ આખરે દોષનો ટોપલો માર્ગ મકાન ખાતા અને સ્થાનિક સરપંચો પર ઢોળતા નજરે પડ્યાં.

 

water crisis South Gujarat villages gujarat
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ