Tuesday, August 20, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ઉકેલ / જો હવે આ ભૂલ નહીં થવા દઇએ તો ગુજરાતમાં ક્યારેય નહીં સર્જાય જળસંકટ

જો હવે આ ભૂલ નહીં થવા દઇએ તો ગુજરાતમાં ક્યારેય નહીં સર્જાય જળસંકટ

વરસાદ આવે એટલે સામાન્ય નાગરીકથી માંડી ખેડૂત સહિત તમામ લોકો ખુશખુશાલ થઈ જાય છે. નદીઓ બેકાંઠે વહી જાય છે. વાયા-વોકળા-ઝરણાં ખળખળ વહેવા માંડે છે.. પરંતુ માત્ર શિયાળા સુધી. આ તરફ શિયાળો પુરો થયો અને સમજો પાણી માટે કકળાટ શરૂ. ખળખળ વહેતી નદીઓ કોરીધાક બની જાય છે. ભૂગર્ભતળ સુકાભટ્ટ બની જાય છે. 

પરંતુ તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે, ચોમાસામાં આટલો વરસાદ પડે છે. નદીઓ બેઢોરે વહી જાય છે.. જો તે જળનો સંગ્રહ કરવામાં આવે તો જળસંકટની સમસ્યામાંથી ઉગરી શકીએ છીએ. કદાચ તમને વિચાર આવ્યો પણ હશે તો તકનીકના અભાવે માંડી વાડ્યું હશે. પરંતુ આજે વીટીવી જળ-જીવનના મુલ્યને સમજતા એક ખાસ રિપોર્ટ તૈયાર કર્યો છે. જે તમારી જળસંકટની સમસ્યાને હંમેશ માટે દૂર કરી શકે છે. 

પાણી માટેનો કકળાટ

આ વાસ્તવિકતા છે. આ હકીકતછે. આ કઠણાઈછે. આ બેદરકારી છે. આ ગુજરાતના એક-એક નાગરીકની બેજવાબદારીનું પરિણામ છે. જોકે અંદાજ તો આવી જ ગયો હશે કો, આપણે ચોમાસા અને ઉનાળાની વાત કરીએ છીએ. એક તરફ ભરપુર વરસાદ પડે છે. ત્યારે ખુશ થઈએ છીએ. જ્યારે બીજી તરફ ઉનાળો આવે એટલે પાણી માટે કકળાટ કરી મુકીએ છીએ.

પરંતુ શું તમે જાણો છો કે , દર ઉનાળે પાણી માટે કકળાટ પાણી માટે આંદોલનો. પાણી માટે ચીમકીઓ ઉચ્ચારીએ તેટલું જ ધ્યાન પાણીના સંગ્રહમાં આપીએ તો આ બધ્ધિ તકલીફો દૂર થઈ શકોછે. જાણતા હશો તો પણ આળશું બની ગયા છો કે, એટલે કદાચ દૂર ભાગી રહ્યા છો કે અથવા તો વારસાને ભૂલી ગયા છો કે તમને આજે વીટીવી તમારી દરેક ભૂલ બતાવશે અને પાણીના સંગ્રહ માટે તકનીક પણ બતાવશે. 

ક્યાં પડ્યો કેટલો વરસાદ

તમને એવો સવાલ થતો હશે કે, તૈયાર જમવાની વાતો કરો છો કે પણ ભૂલ તો નથી બતાવી રહ્યા. એ પણ બતાવીશું પરંતુ તે પહેલા જરા રાજ્યમાં પડતા વરસાદના આંકડા તો જુઓ તમારી આંખો ઉઘડી જશે.  જિલ્લા પ્રમાણે નજર કરીએ તો સૌથી વધુ ડાંગમાં 93 ઈંચ, અને વલસાડમાં 88 ઈંચ વરસાદ પડેછે. આ સિવાય નવસારીમાં 71 ઈંચ, સુરતમાં 54 ઈંચ, નર્મદામાં 41 ઈંચ, સુરેન્દ્રનગરમાં 22 ઈંચ, રાજકોટમાં 26 ઈંચ, મોરબીમાં 20 ઈંચ, જામનગરમાં 25 ઈંચ, દ્વારકામાં 25 ઈંચ, ગીર સોમનાથમાં 37 ઈંચ, અમરેલીમાં 25 ઈંચ પાટણમાં 23 ઈંચ, બનાસકાંઠામાં 25 ઈંચ, મહેસાણામાં 29 ઈંચ, સાબરકાંઠામાં 34 ઈંચ, અરવલ્લીમાં 34 ઈંચ, અમદાવાદમાં 28 ઈંચ, ખેડામાં 33 ઈંચ, વડોદરામાં 35 ઈંચ, છોટાઉદેપુરમાં 40 ઈંચ પંચમહાલમાં 36 ઈંચ જેટલો વરસાદ પડેછે.. એટલે કે, રાજ્યના તમામ જિલ્લામાં સરેસાર 20 ઈંચ ઉપર વરસાદ પડે છે. છતાં ઉનાળો આવે એટલે માટલા ફૂટવા માંડેછે. ડેમોના તળિયા દેખાઈ જાયછે. પાણી માટે સરકારને ચીમકીઓ આપવા માંડીએ છીએ. આ જ છે તમારી સૌથી મોટી અને પહેલી ભૂલ.  

શું થઇ આપણાથી ભૂલ

હવે તમને તમારી ભૂલની સાથે-સાથે જળ સંકટમાંથી કોવી રીતે ઉગરી શકીએ તે પણ જણાવીએ. પહેલી ભૂલ ચકલીમાં પાણી આવતા બેફામ પાણી વાપરવાની ટેવ પડી અને  ભૂગર્ભ જળ સંગ્રહ ભૂલી ગયા. બીજી ભૂલ ખેડૂતોને નહેરો દ્વારા ભરપૂર પાણી મળવા લાગ્યું. જેના કીરણો ભૂગર્ભજળનો ઉપયોગ અને ભૂગર્ભજળના સંગ્રહનો સંગ્રહ કરવાનું ભૂલી ગયા. ત્રીજી ભૂલ બાપ-દાદાઓએ કુવા તો બનાવ્યા. પરંતુ કુવાને રિચાર્જ કરવાની પરંપરાને આપણે વિસરી ગયા. 

ચોથી ભૂલ ચોમાસામાં ભરપુર વરસાદ પડે છે પરંતુ તે વરસાદી પાણીનો સંગ્રહ નથી કરતા. જો આ પાણી કુવામાં સંગ્રહ કરવામાં આવે તો ભૂગર્ભળ જીવીત થાય.. અને ખારા પટમાં પણ ભૂગર્ભપાણી મીઠા બની શકો પાંચમી ભૂલ એ છે કે, નહેરો દ્વારા શિયાળામાં ભરપૂર પાણી મળવા લાગ્યું તો. ખેડૂતો  ભૂગર્ભજળનો ઉપયોગ કરવાની પદ્ધતિ જ ભૂલી ગયા. જ્યારે છઠ્ઠી ભૂલ એ છે કે, સરકાર પણ શિયાળામાં પિયત માટે પાણી આપી ડેમો ખાલી ખમ કરી નાંખેછે. જો આ પાણી શિયાળાની જગ્યાએ ઉનાળામાં આપે તો ભૂગર્ભજળ પણ ઉંચા આવે અને તેની સાથે-સાથે પાણીની સમસ્યાનું પણ નિવારણ મળી શકો.

નદીઓમાં ઘોડાપૂર પણ આવે

સાતમી ભૂલ કે વરસાદ ધોધમાર પડે છે. નદીઓમાં ઘોડાપૂર પણ આવેછે. પરંતુ તે બધું પાણી દરિયામાં વહી જાયછે. જેને આપણે સંગ્રહ કરતા નથી. પરંતુ જો આ પાણીનો ચેકડેમો કે, તળાવો દ્વારા સંગ્રહ કરવામાં આવે તો મહિનાઓ સુધી ભૂગર્ભજળમાં ઘટાડો ન થાય અને પાણીની સમસ્યાનું નિવારણ લાવી શકીય. આવી તો અનેક ભૂલો આપણે કરીએ છીએ. જેની સામે તે ભૂલોને સુધીરી પણ શકીએ છીએ. 

પાણીની કિંમત જાણો

પરંતુ આ માટે જાતે સામાન્ય નાગરીકથી માંડી ખેડૂતોએ આગળ આવવું પડશે. વીટીવી તો આપને જાગૃત કરવા માટે હંમેશ પહેલા હશે. પરંતુ જ્યાં સુધી દરેક નાગરીકથી માંડી ખેડૂત અને પાયાનો વ્યક્તિ પાણીની કિંમત નહીં સમજે ત્યાં સુધી જળસંકટ દૂર નહીં થાય. પરંતુ સતત વધતું જ જશે. ત્યારે આશા રાખીએ કે, વીટીવીનો આ અહેવાલ જે પણ નાગરીકો નિહાળશે તે પોતે તો પાણીની કિંમત સમજશે જ. પરંતુ અન્ય 10 લોકો સુધી પણ સંદેશ પહોંચાડશે. જેથી જળસંકટ દૂર કરવાની દિશામાં આ ઝુંબેશને સફળતા મળે.   
 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ