બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / Water crisis in Porbandar of Gujarat

જળસંકટ / સૌરાષ્ટ્રનાં પેરિસમાં પાણીનાં વલખાં!, પોરબંદરમાં છેલ્લાં 2 વર્ષથી તંત્રની ઘોર બેદરકારી

Last Updated: 08:10 PM, 28 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીજીનાં જન્મસ્થળ પોરબંદરની આમ તો પોરબંદર સૌરાષ્ટ્રનું પેરિસ ગણાય છે પણ સૌરાષ્ટ્રનાં આ પેરિસમાં પાણી માટે પ્રજા રીતસરનાં વલખાં મારે છે. પોરબંદરનાં એરપોર્ટ નજીક આવેલ બાપુનગર વિસ્તારમાં લોકો અઠવાડિયાથી વધુ સમય રાહ જોવે ત્યારે પીવાનું પાણી મળે છે અને આટલી રાહ જોયાં પછી પણ પીવા પૂરતું પાણી તો મળતું જ નથી.

ગાંધીજીની નગરી પોરબંદરમાં પણ પાણીનાં પોકાર પડી રહ્યાં છે. પોરબંદરનાં બાપુનગર વિસ્તારમાં 8-8 દિવસે પાણી આપવામાં આવે છે અને તે પણ અપૂરતું. છેલ્લાં 2 વર્ષથી તંત્રે અહીં પાણીની લાઈન નાખી છે પરંતુ તેમાં તંત્રે ટીપુંય પાણી પહોંચાડ્યું નથી.

આ સમસ્યા છે ગાંધીજીનાં જન્મસ્થળ પોરબંદરની આમ તો પોરબંદર સૌરાષ્ટ્રનું પેરિસ ગણાય છે પણ સૌરાષ્ટ્રનાં આ પેરિસમાં પાણી માટે પ્રજા રીતસરનાં વલખાં મારે છે. પોરબંદરનાં એરપોર્ટ નજીક આવેલ બાપુનગર વિસ્તારમાં લોકો અઠવાડિયાથી વધુ સમય રાહ જોવે ત્યારે પીવાનું પાણી મળે છે અને આટલી રાહ જોયાં પછી પણ પીવા પૂરતું પાણી તો મળતું જ નથી. આથી લોકોને દૂર-દૂર સુધી પીવાનું પાણી ભરવા જવું પડે છે.

પીવાનાં પાણીની મુશ્કેલીને કારણે લોકોને પૈસા ખર્ચીને પાણીનાં ટાંકા મંગાવવા પડે છે. સ્થાનિકો પાણીની પરેશાનીનો ઉકેલ તાત્કાલિક આવે તેવો ઈચ્છી રહ્યાં છે. આ વિસ્તારનાં લોકોએ છાંયા નગરપાલિકાનાં સતાધીશોને અવારનવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી હોવાં છતાં પાલિકાનાં સતાધીશોનાં પેટનું પાણી પણ હલતું નથી શું. ગાંધીનગરી પોરબંદરનાં આ છેવાડાનાં માનવીને તંત્ર પાણી પૂરું પાડશે કે પછી તરસ્યા જ રાખશે.

 

સંકળાયેલા મુદ્દાઓ

VTV વિશેષ gujarat porbandar water crisis water crisis
vtvAdmin
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ