Tuesday, July 16, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

સમસ્યા / પંચમહાલમાં તંત્રની બેદરકારીને કારણે જનતા રહી તરસી

પંચમહાલમાં તંત્રની બેદરકારીને કારણે જનતા રહી તરસી

ઉનાળો જેમ જેમ તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યો છે તેમ તેમ તેના આકરા મિજાજનો પરિચય લોકાોને મળી રહ્યો છે. ગામડાઓમાં સ્થાનિક જળસ્ત્રોત સુકાવા લાગ્યા છે અને લોકો પાણી માટે હાલાકી વેઠી રહ્યા છે. જળ પળોજણનની આ દશા વચ્ચે એ વાત પણ જોવા મળી છે કે જળતંગીની તમામ સમસ્યા કુદરતી નથી. અનેક ગામડાઓમાં તંત્રની બેદરકારી અને આળસના કારણે પણ લોકો પાણીથી વંચિત રહ્યા છે. 

રાજ્યમાં જ્યારે અનેક વિસ્તારોમાં આકરા ઉનાળે પાણીના પોકાર ઉઠી રહ્યા છે. અહી ઉનાળામાં પણ પીવા માટે પાણીનો પૂરતો જથ્થો હોવા છતાં પાણીપુરવઠા તંત્રની ઘોર ઉપેક્ષાના કારણે આ જળાશયો આસપાસના અનેક વિસ્તારો પાણીથી વંચિત રહ્યા છે. પંચમહાલના હાલોલ તાલુકામાં આવેલા દેવ જળાશયમાંથી પાંચ વર્ષ પહેલા વાઘોડિયા જૂથ પાણી પુરવઠા યોજનાનું નિર્માણ કરાયું હતું અને 300થી વધુ ગામડાઓને પાણી પૂરું પાડવાનો અંદાજ રખાયો હતો. તે માટે વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ પણ સ્થાપિત કરાયો હતો. પરંતુ તે પાંચ વર્ષથી માત્ર ધૂળ ખાવાનું જ કામ કરી રહ્યો છે.

કરોડોના ખર્ચે સ્થાપિત કરાયેલો આ પ્લાન્ટ સદંતર બંધ હાલતમાં કાટખાઈ રહ્યો છે. તેની ક્યારેય મરામત કરવાનું તંત્રને મુહૂર્ત મળ્યું નથી. દેવ જળાશયમાં ભર ઉનાળે પણ 60 ટકા પાણીનો જથ્થો જમા છે. પરંતુ લોકો સુધી પાણી પહોંચાડવાના પંપ અને ફિલ્ટરેશન પ્લાન્ટ બંધ હોવાથી પીવાના પાણીની જાણે કુત્રિમ અછત સર્જાઈ છે. જળાશય નજીકના જ 35 જેટલા ગામમોમાં પાણી પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ પુરવાર થયું છે ત્યારે છેવાડા સુધી પાણી પહોંચાવાડમાં તંત્રએ કેટલી ઘોર બેદરકારી દાખવી હશે તે વિચાર માગી લે તેવી વાત છે.  

ટૂંકમાં તંત્રની બેદરકારી અને ઉપેક્ષાને કારણે દેવ ડેમ આધારિત જૂથ પાણી પુરવઠા યોજના કોટલાય વર્ષોથી બંધ પડી છે. જિલ્લા વહીવટી તંત્ર હવે અત્યારે કહી રહ્યું છે કે આખી યોજના 10 દિવસમાં શરૂ થઈ જશે. ત્યારે સવાલ એ છે કે, આટલા વર્ષોથી બંધ પડેલી યોજના શરૂ કઈ રીતે થશે? કેમકે, ગ્રાઉન્ડ રિપોર્ટ કહે છે કે, હમણાં આ યોજના શરૂ થવાના કોઇ સંકેત નથી દેખાતા. કેમકે આટલા વર્ષોથી બંધ આ યોજનાનું વીજ કનેક્શન પણ તત્કાલ જોડી શકાય તેમ નથી. યોજના બંધ થયા બાદ કોઈ અધિકારી તેની મુલાકાત સુદ્ધા લેવા આવ્યા નથી. આ આખી યોજના આસપાસના 35થી વધુ ગામો માટે આશીર્વાદ સમાન હતી ત્યારે સ્થાનિક લોકો આ યોજના ફરી થી ચાલુ થાય તેવી માંગણી કરી રહ્યા છે.  

 

મૃત અવસ્થામાં પડેલી વાઘોડિયા જૂથ યોજના ફરીવાર શરૂ કરવા માટે તંત્ર દ્વારા પ્રયાસ હાથ ધરવાનું વચન આપવામાં આવી રહ્યુ છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કો તંત્ર દ્વારા લોકો સુધી પાણી પહોંચાડવામાં તંત્ર કેટલું પાણીદાર પુરવાર થાય છે.  કારમો ઉનાળો તેની ચરમસીમાએ છે ત્યારે સમગ્ર રાજ્યમાં પાણીની તંગીના પોકારો ઉઠી રહ્યા છે તેની સામે રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા આ પાણીની તંગીને પહોંચી વળવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. કરોડોના ખર્ચે બનેલી આ યોજનાઓ ધૂળ ખાઈ રહી છે. 

પંચમહાલ જિલ્લામાં આવેલ મુખ્ય જળાશયોમાં પાનમ, કરાડ, અને દેવ જળાશયો આવેલા છે કરાડ સિવાય બાકીના તમામ જળાશયોમાં આ આકરા ઉનાળામાં પીવાના પાણીની તંગીને પહોચી વળાય તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. પરંતુ આ જળાશયો પર ગ્રામ્ય વિસ્તારોમાં પીવાનું પાણી પહોચાડવા માટે બનાવવામાં આવેલ જૂથ પાણી પુરવઠા યોજનાઓ આયોજન અને અધિકારીઓની આળસને કારણે ધૂળ ખાઈ રહી છે અને તેને લીધે પ્રજા પાણી વિના પ્રજા વલખા મારી રહી છે. પંચમહાલના હાલોલ તાલુકામાં આવેલ દેવ જળાશય માંથી આજથી લગભગ 5 વર્ષ પહેલા વાઘોડિયા જૂથ પાણી પુરવઠા યોજના કરોડોના ખર્ચે બનાવવામાં આવી હતી. જેના થકી જે તે સમયે હાલોલ અને વાઘોડિયા તાલુકાના અંદાજીત 300થી પણ વધુ ગામોને નિયમિત ધોરણે પીવાનું પૂરું પડી રહ્યું હતું.  જો કે આ યોજનામાં બનાવવામાં આવેલ પાણી શુદ્ધિકરણનો ફિલ્ટરેશન પ્લાન્ટ પણ શોભાના ગાઠીયા સમાન હતો કારણ કે તે સમયે પણ આ શુદ્ધિકરણ પ્લાન્ટમાં ફિલ્ટર કર્યા વગર જ ગંદકી વાળું પાણી જ લોકોને પીવા માટે મોકલાતું હતું. 

3 વર્ષ પહેલા આ યોજના માંથી વાઘોડિયા જૂથ અલગ થતા હાલોલ તાલુકાના 35 જેટલા ગામોને આ પીવાનું પાણી આ યોજના થકી પૂરું પડતું હતું. થોડો સમય આ યોજના ચાલ્યા બાદ 2 વર્ષ ઉપરાંતના સમય થી પાણી પુરવઠાના અધિકારીઓની અનઆવડત અને આળસ તથા ભ્રષ્ટાચારી નીતિના કારણે આ યોજના સદંતર બંધ હાલતમાં છે. આખી યોજનાની તમામ મશીનરી પાઈપો અને ફિલ્ટર પ્લાન્ટ બંધ અને કટાઈ ગયેલી હાલતમાં છે. 

દેવ જળાશયમાં હાલમાં તો 60 ટકા ઉપરાંત પાણીનો જથ્થો છે તે છતાં આ યોજના બંધ હોવાથી ડેમની નજીકના વિસ્તારોના જ ગામોમાં પીવાના પાણીની ભયંકર તંગી સર્જાઈ છે. હાલોલ તાલુકાના દેવ ડેમ નજીકમાં જ આવેલા ગરીયાલ, ધોળીકુઈ, હડમતીયા, કાંકરા ડુંગરી, ગંભીરપુરા, મોટા ચાળવા, ભમરીયા, ખોડીયારપુરા, રાણીપુરા, નાથકુવા, જલીયાકુવા, નવાગામ સહીતના અંદાજીત 35 જેટલા ગામોને પીવાનું પાણી નથી મળી રહ્યું. જેને લીધે આ ગામના લોકોને દીવા તળે અંધારા જેવી પરિસ્થતિમાં જીવવાનો વારો આવ્યો છે.   

દેવ ડેમ આધારિત જૂથ પાણી પુરવઠા યોજના છેલ્લા કેટલાય વર્ષો થી બંધ પડેલ છે. જેને લઇ જીલ્લા વહીવટી તંત્ર આગામી 10 દિવસમાં આખી યોજના કાર્યરત થઇ જશે નું રટણ કરી રહ્યું છે. પરંતુ સવાલ એ પણ છે કે આટલા વર્ષો થી બંધ હાલતમાં પડેલ આ યોજના ગ્રાઉન્ડ રીપોર્ટમાં જોવા મળ્યા મુજબ કોઈ કાળે 10 દિવસમાં ચાલુ થાય તેવી શક્યતાઓ તો દેખાતી જ નથી. ત્યારે વધુમાં આ યોજના ચાલવા માટે જે વીજ કનેક્શન જોઈએ તે પણ યોજના બંધ થયા બાદ તંત્ર દ્વારા કરવામાં નથી આવ્યું તો સ્થાનિક લોકો સાથે જ આ યોજના ના સંચાલક પોતે આક્ષેપ કરી રહ્યા છે.  પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ જાડી ચામડીના થઇ ગયા છે અને યોજના બંધ થયા બાદ કોઈ અધિકારી મુલાકાત લેવા સુધ્ધા આવ્યા નથી. આ આખી યોજના આસપાસના 35 થી વધુ ગામો માટે આશીર્વાદ સમાન હતી ત્યારે સ્થાનિક લોકો આ યોજના ફરીથી ચાલુ થાય તેવી માંગણી કરી રહ્યા છે.  

પાણી પુરવઠા વિભાગ દ્વારા 35 ગામોને પાણી આપતી આ યોજના આજે મૃત અવસ્થામાં પડી છે. અને અધિકારીઓ પાણી આવે ત્યાર પાળા બાંધવાના પ્રયત્નો કરતા હોય ત્યારે પાણી વગર ટળવળતા લોકોની કોણ તરસ છિપાવશે કહી શકાય કે પાણી પુરવઠાના અધિકારીઓ માત્ર કાગળ પર કામ ચલાઈને સંતોષ માની લે છે જોવાનું રહ્યું કે પાણી પુરવઠા વિભાગ લોકોને ક્યારે પાણી પહોંચાડે છે.   

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ